જાણો છો? 50000થી વધારે કેશ હોય તો વેલ્થ ટેક્સ ચૂકવવો પડે?
ઘણા લોકો એ વાતથી અજાણ હોય છે કે ભારતમાં વેલ્થ ટેક્સ છે અને તેની ચૂકવણી કયા સંજોગોમાં કરવાની હોય છે. ઉદાહરણ તરીકે ખૂબ ઓછા લોકો જાણે છે કે તેઓ જો રૂપિયા 30 લાખથી વધારે રકમની કાર ખરીદશે તો તેમણે વેલ્થ ટેક્સ ચૂકવવો પડે છે.
અહીં આગળ વધતા પહેલા એટલું સમજી લેવું જોઇએ કે વેલ્થ ટેક્સ એવો ટેક્સ છે જે બિનઉત્પાદક સંપત્તિ પર ચૂકવવામાં આવે છે.

આ ટેક્સ કેવી સંપત્તિ પર ચૂકવવો પડે છે તેને વધારે સારી રીતે સમજવા માટે અમે અહીં કેટલાક ઉદાહરણો આપી રહ્યા છીએ...
- રૂપિયા 50,000 કરતા વધારે રોકડ હોય તો
- રૂપિયા 30,00,000થી વધારે મૂલ્ય ધરાવતી લક્ઝરી કાર
- સોનુ, ચાંદી અને બુલિયન (આ વસ્તુઓ જો કપડાં કે ફર્નિચરમાં ઉપયોગમાં લેવામાં આવી હોય તો પણ ) તેના ઉપર વેલ્થ ટેક્સ લાગે છે.
- જો બીજું ઘર હોય અને બિઝનેસ માટે તેનો ઉપયોગ થતો ના હોય તેને સ્ટોક ઇન ટ્રેડ ગણવામાં આવે છે અને તેને વર્ષમાં 300 દિવસ ભાડે આપ્યું હોય તો વેલ્થ ટેક્સ લાગે છે.
- મૂલ્યવાન પેઇન્ટિગ્સ
અહીં વેલ્થના અર્થમાં એવી વસ્તુઓ આવરી લેવામાં આવે છે જો મૂલ્યવાન હોય પણ તેનો ઉપયોગ ઉત્પાદનમાં કરવાને બદલે લક્ઝરી તરીકે કરવામાં આવતો હોય.
આ કારણે જ પ્રોડક્ટિવ એસેટ્સ જેમ કે બેંક ફિક્સ્ડ ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડંસ અન્ય રોકાણ સાધનો વેલ્થ ટેક્સની નીચે આવરી લેવામાં આવતા નથી. આ કારણે તેના પર વેલ્થ ટેક્સ ચૂકવવો પડતો નથી.
રૂપિયા 30 લાખથી વધારે મૂલ્યની સંપત્તિ પર 1 ટકા વેલ્થ ટેક્સ ચૂકવવો પડે છે. આ માટે વ્યક્તિએ વેલ્થ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું પડે છે.
વ્યક્તિગત, હિન્દુ સંયુક્ત કુટુંબ અને કંપનીઓએ તેમના વેલ્થ ટેક્સ રિટર્ન ફોર્મ બીએમાં ફાઇલ કરવા પડે છે. આ રિટર્ન પર એસેસીએ હસ્તાક્ષર કરવા પડે છે.
વેલ્થ ટેક્સથી કેવી રીતે બચી શકાય?
વેલ્થ ટેક્સની જોગવાઇઓમાંથી બચવા માટે પણ કેટલાક રસ્તા છે. જેમ કે રૂપિયા 50,000થી વધારે કેશ રાખવી નહીં. જો આપની પાસે બીજુ મકાન હોય તો તે આપના સ્પાઉસના નામે હોય. વધારે ગોલ્ડ અને જ્વેલરી રાખવી નહીં. જો આપને લક્ઝુરિયસ કાર્સનો શોખ હોય તો તે રૂપિયા 30 લાખની અંદર આવે તેવી રીતે લેવી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
