DA Hike : કેન્દ્રિય કર્મચારીઓ માટે સારા સમાચાર, ડીએમાં થઈ શકે છે આટલો વધારો
DA Hike : જુલાઇ 2025 માં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર આવી શકે છે. સૂત્રો અનુસાર, મોંઘવારી ભથ્થા (DA) માં 3 થી 4 ટકાનો વધારો થવાની સંભાવના છે.
અહેવાલો અનુસાર, આ વધારો રક્ષાબંધન પહેલા જાહેર થઈ શકે છે. જો આ વધારો થાય તો કેન્દ્રીય કર્મચારીઓનું વર્તમાન DA 55% થી વધીને 58% અથવા 59% થઈ શકે છે.

સામાન્ય રીતે કેન્દ્ર સરકાર દર વર્ષે બે વખત મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરે છે - ફેબ્રુઆરી-માર્ચમાં (જે જાન્યુઆરીથી લાગુ પડે છે) અને સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં (જે જુલાઈથી લાગુ પડે છે.
આ વર્ષે માર્ચમાં DA માં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે વર્તમાન DA દર 55 ટકા થયો હતો. હવે, જુલાઈ 2025 થી લાગુ પડતા આગામી વધારાની રાહ છે.
સરકારી કર્મચારીઓને મોંઘવારીના વધતા બોજને પહોંચી વળવા માટે મોંઘવારી ભથ્થું (DA) આપવામાં આવે છે. જ્યારે પેન્શનરોને તેના બદલે મોંઘવારી રાહત (DR) આપવામાં આવે છે. બંનેનો હેતુ વધતી મોંઘવારી સામે રક્ષણ આપવાનો છે.
મોંઘવારી ભથ્થાની ગણતરી ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રિયલ વર્કર્સ (AICPI-IW) ના આધારે કરવામાં આવે છે. આ સૂચકાંક દેશના 88 ઔદ્યોગિક કેન્દ્રોના 317 બજારોમાંથી એકત્રિત કરવામાં આવેલા છૂટક ભાવોના આધારે શ્રમ અને રોજગાર મંત્રાલય સાથે જોડાયેલા શ્રમ બ્યુરો દ્વારા દર મહિને બહાર પાડવામાં આવે છે.
શ્રમ બ્યુરો કામદારો માટે ફુગાવો કેટલો વધ્યો છે કે ઘટ્યો છે તેની માહિતી આપે છે અને તેના આધારે મોંઘવારી ભથ્થું કેટલું વધશે તે નક્કી થાય છે.
માર્ચ 2025 માં AICPI-IW 143 પર હતો, જે મે સુધીમાં વધીને 144 થયો છે. છેલ્લા 12 મહિનાના AICPI-IW ડેટાની સરેરાશ અને 7મા પગાર પંચ હેઠળ આપવામાં આવેલા ફોર્મ્યુલાના આધારે DA ની ગણતરી કરવામાં આવે છે. આ આંકડાઓ સૂચવે છે કે મોંઘવારી ભથ્થામાં ત્રણથી ચાર ટકાનો વધારો થઈ શકે છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
