Bank Holidays: નવેમ્બર મહિનામાં બેંકો 10 દિવસ રહેશે બંધ, જાણી લો રજાની યાદી
બેંકોમાં નવેમ્બરમાં મહિનામાં પણ લાંબી રજાઓ આવવાની છે. અહીં જાણી લો યાદી.
નવી દિલ્લીઃ બેંકોમાં નવેમ્બરમાં મહિનામાં પણ લાંબી રજાઓ આવવાની છે. નવેમ્બર મહિનાના 30 દિવસમાંથી 10 દિવસ બેંકો બંધ રહેશે. બેંક સાથે જોડાયેલુ કોઈ કામ કરવાની તૈયારી કરી રહ્યા હોય તો રજાઓની યાદી જરુરથી ચેક કરી લો. જો કે, આ રજાઓ રાજ્ય અને શહેરોમાં અલગ-અલગ હોઈ શકે છે. નવેમ્બરના પહેલા જ દિવસે બેંકમાં રજા આવવાની છે. આવો, ચેક કરીએ નવેમ્બર, 2022માં બેંકોની રજાઓની યાદી.

1 નવેમ્બર, 2022 - કન્નડ રાજ્યોત્સવ/કૂટના અવસર પર બેંગ્લોર અને ઈમ્ફાલમાં બેંક બંધ રહેશે.
6 નવેમ્બર, 2022 - રવિવારના કારણે દેશભરની બેંકો બંધ રહેશે.
8 નવેમ્બર, 2022 - ગુરુ નાનક જયંતિ, કારતક પૂનમ, રાહલ પૂનમ, વાંગલા તહેવાર નિમિત્તે અગરતલા, બેંગ્લોર, ગંગટોક, ગુવાહાટી, ઇમ્ફાલ, કોચી, પણજી, પટના, શિલોંગ અને તિરુવનંતપુરમ ઉપરાંત દેશભરના અન્ય શહેરોની બેંકોમાં પણ રજા રહેશે.
11 નવેમ્બર, 2022 - કનકદાસ જયંતિ, બાંગ્લા તહેવાર નિમિત્તે બેંગલુરુ અને શિલોંગમાં બેંકો બંધ રહેશે.
12 નવેમ્બર, 2022 - મહિનાના બીજા શનિવારે દેશભરની બેંકો બંધ રહેશે.
13 નવેમ્બર 2022 - રવિવારના કારણે દેશભરની બેંકો બંધ રહેશે.
20 નવેમ્બર, 2022 -રવિવારના કારણે દેશભરની બેંકો બંધ રહેશે.
23 નવેમ્બર, 2022 - સેંગ કુત્સનેમના કારણે શિલૉંગમાં બેંક બંધ રહેશે.
26 નવેમ્બર, 2022 - મહિનાના ચોથા શનિવારે દેશભરની બેંકો બંધ રહેશે.
27 નવેમ્બર, 2022 - રવિવારના કારણે દેશભરની બેંકો બંધ રહેશે.
ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા દર નાણાકીય વર્ષની શરૂઆતમાં બેંક રજાઓની યાદી જાહેર કરવામાં આવે છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા(RBI)એ બેંકની રજાઓને ત્રણ કેટેગરીમાં વહેંચી છે. બેંકની રજાઓને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, બીજી રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ હોલીડે અને ત્રીજી બેંક ક્લોઝિંગ ઑફ એકાઉન્ટ્સ કેટેગરીમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા વિભાજિત કરવામાં આવે છે. કેટલીક રજાઓ રાષ્ટ્રીય સ્તરની હોય છે, એટલે કે આ દિવસોમાં દેશભરની બેંકોમાં રજાઓ હોય છે. જ્યારે કેટલીક રજાઓ રાજ્ય-વિશિષ્ટ હોય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
