ફિટનેસ જોઈને કહી નહીં શકો કે કોણ પૌત્રી અને કોણ દાદી છે, મળો 64 વર્ષની ફિટનેસ ક્વિનને
લોકો ફિટનેસને લઈને સતર્ક હોય છે અને ફિગરને સતત કોશિશ કરતા રહે છે. હાલ સોશિયલ મીડિયા પર આવી જ એક મહિલાની ચર્ચા થઈ રહી છે. આ મહિલાને તેની પૌત્રી સાથે જોઈને કોઈ કહીં શકે નહીં કે કોણ પૌત્રી અને કોણ દાદી છે.
64 વર્ષની લેસ્લી મેક્સવેલ સોશિયલ મીડિયા પર આ દિવસોમાં તેના બોલ્ડ ફિગર અને કમાલની ફિટનેસને લઈને ચર્ચામા છે. તેની તસવીરો જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો અશક્ય છે.

હાલમાં જ લેસ્લીએ 64માં જન્મદિવસ પર તેની પૌત્રી સાથેની તસવીર શેર કરી છે. બધા તેમને મા-દીકરી માનવા લાગ્યા. પરંતુ વાસ્તવમાં બંને દાદી અને પૌત્રી છે. ઈન્સ્ટાગ્રામ પર હવે કોમેન્ટનો વરસાદ થયો છે.
લેસ્લીએ તેના ફિગરથી લોકોને કન્ફ્યુઝ કર્યા છે. લેસ્લીએ ઘણા બોડી બિલ્ડીંગ ટાઈટલ જીત્યા છે. તે રોજ જીમમાં જાય છે અને વેઈટ લિફ્ટિંગ કરે છે. આટલું જ નહીં લેસ્લીની પૌત્રી ટીએ ક્રિસ્ટોફીને પણ વેઈટ લિફ્ટિંગ પસંદ છે.
પૌત્રી દરરોજ જીમમાં તેની દાદીને કંપની આપે છે અને બંને કલાકો સુધી વર્કઆઉટ કરે છે. બંનેનો પ્રેમ જિમથી લઈને બહાર સુધી જોવા મળે છે. જો લેસ્લી તેની પૌત્રી સાથે જીમમાં જઈ શકે નહીં તો તે એકલી વર્કઆઉટ કરે છે અ જીમ ક્યારેય મીસ કરતી નથી.
સોશિયલ મીડિયા પર લાખો લોકો લેસ્લીના દિવાના છે. તેની પૌત્રી પણ ફેમસ છે. હાલમાં જ બંનેએ સાથે જિમવેરની એડ શૂટ કરી હતી. ઓસ્ટ્રેલિયાની રહેવાસી લેસ્લીના કહેવા પ્રમાણે તેની પૌત્રી અને તે બંને વર્કઆઉટ અને ફિટનેસના શોખીન છે.
હાલમાં જ શેર કરવામાં આવેલી તસવીરમાં બંનેએ પિંક આઉટફિટ પહેરેલા જોવા મળ્યા હતા.આ તસવીર જીમમાં કેપ્ચર કરવામાં આવી હતી. કોમેન્ટ્સમાં ઘણા લોકોએ બંનેને માતા અને પુત્રી ગણાવી હતી. પરંતુ જ્યારે તેને સત્ય ખબર પડી તો ચૌકી ગયા.












Click it and Unblock the Notifications
