Video : મોદીજી કહેશે તો જ બાઈક બંધ કરીશ, પોલીસ સામે જ યુવતી બાઈકરની દાદાગીરીનો વીડિયો વાયરલ
આ દિવસોમાં ભારતના બાઈકર્સની ખુબ ચર્ચા છે. દેશના વિવિધ ખુણેથી બાઈકર્સ પોલીસને પરેશાન કરી રહ્યા હોવાના સમાચારો આવતા રહે છે. આ સમાચારો વચ્ચે હવે મુંબઈની એક યુવતીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
મુંબઈની આ યુવતી બાઇકરનો વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. ચૌકાવનારી બાબત તો એ છે કે આ યુવતી પોલીસ સામે બિંદાસ્ત રીતે કહી રહી છે કે મને રોકલા માટે મોદીજીને બોલાવો.

ટ્રાફિક પોલીસ સાથે દલીલમાં આ યુવતી કહી રહી છે કે મોદીજી મને કહેશે તો તો જ હું બાઇક રોકીશ. મુંબઈ પોલીસે આ 26 વર્ષીય યુવતી વિરુદ્ધ ઝઘડો, ધમકી અને મારપીટ કરવાના આરોપો સાથેમાં કેસ નોંધ્યો છે.
26 વર્ષની યુવતી મુંબઈના પ્રખ્યાત બાંદ્રા-વરલી સી લિંક પર પોતાની બાઈક પર જઈ રહી હતી. આ દરમિયાન જ્યારે ટ્રાફિક પોલીસે યુવતીને રોકી તો તેણે ગેરવર્તન કરવાનું શરૂ કરી દીધુ. ટ્રાફિક અધિકારીઓ સાથે યુવતીની અથડામણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં આ યુવતી બાઈકર કોન્સ્ટેબલ સાથે ઉંચા અવાજે બોલાચાલી કરતી જોવા મળી રહી છે. પોલીસે યુવતીને વધુ સ્પીડમાં ગાડી ચલાવવા માટે રોકીને યુવતીને બાઇક પરથી નીચે ઉતરવાનું કહ્યું ત્યારે યુવતીએ કહ્યું કે, હું નીચે ઉતરવાની નથી, તમારે જે કરવું હોય તે કરો.
વીડિયોમાં આ યુવતી કહી રહી છે કે જો નરેન્દ્ર મોદી બોલે અથવા મને ફોન કરે અને મને મારી બાઇક રોકવા માટે કહે તો જ હું આવું કરીશ. જાઓ મોદીને બોલાવો.
જ્યારે પોલીસ અધિકારી યુવતીની બાઇક ખેંચવાનો પ્રયાસ કરે છે તો યુવતી તેની સાથે દુર્વ્યવહાર કરવા લાગે છે. યુવતી કહે છે કે, હું તને કાપીને રાખીશ. તમારી ગાડીને સ્પર્શ કરવાની હિંમત કેવી રીતે થઈ?
પોલીસે આ મહિલા બાઈકરની ઓળખ નુપુર મુકેશ પટેલ તરીકે કરી છે. નુપુર પટેલ મધ્યપ્રદેશના જબલપુરની રહેવાસી છે. પોલીસે જણાવ્યું કે, તેને બાંદ્રા-વરલી સી લિન્કના સુરક્ષા કર્મચારીઓ તરફથી ફોન આવ્યો કે દક્ષિણ મુંબઈ તરફ સી લિન્ક પર એક મહિલા તેની બુલેટ પર સવાર થઈ રહી છે.
પોલીસ અધિકારી અનુસાર, જ્યારે પોલીસ કર્મચારીઓએ તેણીને રોકી ત્યારે તેણીએ તેમની સાથે દલીલ કરવાનું શરૂ કર્યું અને કહ્યું કે રસ્તો તેના પિતાનો છે, કારણ કે તે ટેક્સ ચૂકવે છે. તેથી તેને કોઈ રોકી શકે નહીં. ઘણી વિનંતીઓ છતાં તેણી તેની બાઇકને રસ્તાની એક બાજુએ ખસેડવા તૈયાર ન થઈ અને પોલીસ સાથે દલીલ કરતી રહી.
Spirit of Jabalpur, Madhya Pradesh pic.twitter.com/U33miizqOQ
— Roads of Mumbai (@RoadsOfMumbai) September 25, 2023
આ દરમિયાન તેણીએ એક કોન્સ્ટેબલને ધક્કો માર્યો, તેના પર અવરોધ, બેફામ ડ્રાઇવિંગ, જીવને જોખમમાં મૂકવા અને પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવા માટે કેસ નોંધવામાં આવ્યો છે. નુપુર મુકેશ પટેલની બુલેટ જબલપુરની એક રિયલ એસ્ટેટ ફર્મમાં રજીસ્ટર્ડ છે.
નુપુરને ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 41A હેઠળ તપાસ અધિકારી સમક્ષ હાજર થવા માટે નોટિસ આપવામાં આવી હતી અને તેને જવા દેવામાં આવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
