Video : દિલ્હી મેટ્રો છે કે જાહેર શૌચાલય? ખુલ્લેઆમ પેશાબ કરતા વ્યક્તિનો વીડિયો વાયરલ થયો
એક પછી એક વિવાદાસ્પદ વીડિયોને લઈને ચર્ચામાં રહેતી દિલ્હી મેટ્રો ફરીથી વિવાદમાં આવી છે. હવે દિલ્હી મેટ્રોમાં એક વ્યક્તિ લોકો વચ્ચે જાહેરમાં જ પેશાબ કરતો જોવા મળ્યો છે.
હાલમાં સોશિયલ મીડિયા પર દિલ્હી મેટ્રોનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ લોકો સામે જ ખુલ્લેઆમ પેશાબ કરતો જોવા મળે છે.

આ આશ્ચર્યજનક વીડિયો ટ્વિટર પર @lavelybakshi નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે દિલ્હી મેટ્રોમાં અંદર પેશાબ કરવાનો વીડિયો સામે આવ્યો છે.
આ વીડિયો જોયા બાદ લોકો આ વ્યક્તિ પર ખૂબ ગુસ્સે થતા જોવા મળી રહ્યા છે. ઘણા લોકોએ આ વીડિયો પર ગુસ્સામાં પ્રતિક્રિયા આપી અને લખ્યું કે, આવા લોકો ક્યાંથી આવે છે. એકે કહ્યું કે તેને પોલીસને હવાલે કરી દો. એકે કહ્યું કે ગાંડપણની પણ મર્યાદા હોય છે.
સોશિયલ મીડિયા પર એક જૂથ એક વ્યક્તિને ટ્રોલ કરતુ જોવા મળ્યુ તો કેટલાક લોકો તેનું સમર્થન કરતા પણ જોવા મળી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યુ કે, કદાચ તે બીમાર હતો. જ્યારે અન્ય એકે કહ્યું કે, તે લીલા રંગની બોટલનો ઉપયોગ કરી રહ્યો છે.
दिल्ली मैट्रो ट्रेन के अंदर पेशाब करने का वीडियो सामने आया #वायरलवीडियो pic.twitter.com/UVe8o2evmc
— Lavely Bakshi (@lavelybakshi) October 30, 2023
જણાવી દઈએ કે, દિલ્હી મેટ્રોમાં આ પ્રકારનો વીડિયો સામે આવ્યો હોય તેવી આ પહેલી ઘટના નથી. હાલમાં જાહેરમાં અશ્લિલ હરકત કરતા કપલનો વીડિયો પણ વાયરલ થયો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
