Trending News : રાત્રે પથારીમાં સુતો, સવારે 160 કિમી દૂર જાગ્યો, બનાવ્યો આ રેકોર્ડ
Trending News : જ્યારે તમે નાના હતા, ત્યારે ઘણીવાર તમારી સાથે પણ એવું બન્યું હશે કે, તમે રાત્રે સુતા હોય અને સવારે જાગો તે જગ્યા અલગ હોય. મોટાભાગે બાળક અલગ સુતુ હોય છે, જે સવારે ઉઠે ત્યારે માતાપિતા વચ્ચે હોય છે. જે ઊંઘમાં ચાલવાની આદતને આભારી હોય છે. જો તમને કોઇ કહે કે, એક વ્યક્તિ રાત્રે પોતાના ઘરે પથારીમાં સુતો હતો, પણ જ્યારે જાગ્યો ત્યારે તે પોતાના ઘરથી ઘણા કિલોમીટર દૂર હતો.
વર્ષો પહેલા એક છોકરા સાથે આવું બન્યું હતું, જેના કારણે તેણે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં તાજેતરમાં જ તે છોકરાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે કારણે છોકરો હેડલાઇન્સમાં આવ્યો હતો.

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, 6 એપ્રિલ, 1987ના રોજ, અમેરિકાના એક છોકરા સાથે આવો અકસ્માત થયો, જેને તે તેના જીવનમાં ક્યારેય ભૂલી શકશે નહીં. છોકરાનું નામ માઈકલ ડિક્સન છે, જેનો જન્મ 1976માં થયો હતો. માઈકલ એક સામાન્ય બાળક જેવો હતો, પરંતુ પછી તેનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં કેવી રીતે નોંધાયું? તેની પાછળનું કારણ તેની ઊંઘ છે.
160 કિલોમીટર દૂર પહોંચ્યો છોકરો - એવું બન્યું કે, માઇકલ યુએસએના ઇલિનોઇસમાં રહેતો હતો. એક રાત્રે તે પોતાના ઘરે, પોતાના પથારીમાં સૂઈ ગયો. પણ પછી તે ઊંઘમાં ચાલવા લાગ્યો હતો. રિપોર્ટમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે, બાળકને પહેલેથી જ ઊંઘમાં ચાલવાની આદત હતી કે નહીં, પરંતુ જ્યારે તે ઊંઘમાંથી ઉઠ્યો ત્યારે તે સીધો 160 કિલોમીટર દૂર હતો. વાત એવી છે કે, આ બાળક ઊંઘમાં ચાલતી વખતે ગુડ્સ ટ્રેન પર ચઢી ગયો હતો.
જે બાદ માલગાડી ત્યાંથી ખુલી અને જ્યાં રોકાઈ ત્યાં બાળક ત્યાં ગયો અને નીચે ઉતરી ગયો હતો. બીજા દિવસે સવારે તે પોતાના ઘરથી 160 કિમી દૂર અમેરિકાના ઈન્ડિયાના પેરુ શહેરમાં બનેલા પાટા પર ચાલતો જોવા મળ્યો હતો. તે માત્ર પાયજામામાં હતો અને ઉઘાડપગું હતો. તેને જરાય ખબર ન હતી કે, તે આટલો દૂર કેવી રીતે આવી ગયો.
ઊંઘમાં કેમ ચાલે છે લોકો? - આ ઘટનાને વર્ષ 1989માં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા તેના ફિઝિયોલોજી નામના પુસ્તકના એક પેજ પર શેર કરવામાં આવી હતી. હેલ્થલાઈન વેબસાઈટના રિપોર્ટ અનુસાર સ્લીપવોકિંગ એ ઊંઘમાં ખલેલનો એક પ્રકાર છે.
તે ઊંઘી ગયાના 1-2 કલાક પછી જ અનુભવાય છે - વિજ્ઞાનીઓનું માનવું છે કે, ઊંઘમાં ચાલવાની આદત કોઈ વિકાર કે રોગ નથી. તેની પાછળ ઘણા કારણો હોય શકે છે. સ્ટ્રેસ, ઊંઘનો અભાવ, માઈગ્રેન વગેરે પણ સ્લીપવોકિંગનું કારણ હોય શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
