દુનિયાના સૌથી મોટા 10 હિરામાંથી 7 ભારતની આ નદીમાંથી મળ્યા છે, કોહીનુર પણ અહીંથી જ મળ્યો છે
ભારત નદીઓનો દેશ છે અને આ જ કારણ છે કે આપણે આટલા સમૃદ્ધ છીએ. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે ભારતની નદીઓ પાણીથી તો દેશને સમૃદ્ધ કરે જ છે પરંતુ આ દેશમાં કેટલીક એવી નદીઓ પણ આવેલી છે જે સોના-ચાંદી અને કિંમતી હિરા પર આપે છે.
આજે આપણે આવી જ એક નદી વિશે વાત કરવાના છીએ. આ નદી ખેતીને પાણી આપવા સાથે સાથે હીરા અને અન્ય રત્નો પણ આપે છે. આ નદી વિશે કહેવાય છે કે કોહીનુર પણ તેમાથી જ મળી આવ્યો છે.

આપણે જે નદીની વાત કરી રહ્યા છીએ તે કૃષ્ણા નદી છે અને આંધ્ર પ્રદેશમાં વહે છે. આ નદી હિન્દુઓ માટે ખૂબ પવિત્ર મનાય છે અને આ નદીની લોકો પૂજા કરે છે. કહેવાય છે કે કોહિનૂર આ નદીના કિનારે કુલુરની ખાણોમાંથી મળી આવ્યો હતો.
વિશ્વના દસ સૌથી મોટા હીરામાંથી સાત હિરા પણ અહીંથી આવ્યા છે. આ નદીનું પાણી આંધ્રપ્રદેશની સાથે અન્ય ચાર રાજ્યોમાં જાય છે. આ ભારતની ચોથી સૌથી મોટી નદી છે અને હીરા આપવામાં સૌથી આગળ છે. આ નદીમાં હીરા સાથે અન્ય રત્નો પણ જોવા મળે છે.
તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ નદીનો ઉલ્લેખ બાબરની આત્મકથા બાબરનામામાં પણ જોવા મળે છે. પાણીપતના યુદ્ધ પછી જ્યારે હુમાયુએ આગ્રા પર વિજય મેળવ્યો તે સમયે ગ્વાલિયરના એક રાજાએ હુમાયુને એક મોટો હીરો ભેટ આપ્યો હતો. આ હીરો પાછળથી હુમાયુએ તેના પિતા બાબરને આપ્યો. આ પછી જ્યારે બાબરે તેનું મયુરાસન બનાવ્યું ત્યારે તેણે આ હીરાને તેમાં જડી દીધો.
માન્યતા એવી પણ છે કે એવું જ્યારે કોહિનુર મુઘલો પાસે હતો ત્યારે તે લગભગ 793 કેરેટનો હતો. જો કે સત્તા ઔરંગઝેબના હાથમાં આવી ત્યારે તેણે આ હીરા વેનિસ શહેરના હોર્ટોસ બોર્જિયાને કોતરકામ માટે આપ્યો. અહીં તેના પણ એટલુ કોતરકામ થયુ કે તેનું કદ ઘટીને માત્ર 186 કેરેટ થઈ ગયું. આનાથી ઔરંગઝેબ ખૂબ ગુસ્સે થયો અને તેણે બોર્ગિયા પર 10,000 રૂપિયાનો દંડ લગાવ્યો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
