39 પત્નીઓ 94 બાળકો સાથે એક જ ઘરમાં રહે આ વ્યક્તિ, મળો દુનિયાના સૌથી મોટા પરિવારને
ભારત સહિત ઘણા દેશોમાં કેટલાક એવા સમુદાયો છે જેમાં આજે પણ બહુપત્નીત્વની પ્રથા જોવા મળે છે. અહીં પુરૂષો એક કરતા વધારે મહિલાઓ સાથે લગ્ન કરી શકે છે. આજે આપણે આવા જ એક વ્યક્તિની વાત કરવાના છીએ.
આજે આપણે જે વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેને લગ્ન કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ વ્યક્તિએ એક બે નહીં પરંતુ 39 લગ્ન કર્યા છે અને આજે પુરો પરિવાર એક જ ઘરમાં રહે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વના સૌથી મોટા પરિવારનો દરજ્જો પ્રાપ્ત છે તે પરિવાર અન્ય કોઈ દેશમાં નહીં પરંતુ ભારતના જ મિઝોરમના બક્તોંગ તલંગનુઆમ ગામમાં રહે છે. આ પરિવારના મુખ્ય વ્યક્તિ ઝિઓના ચનાનું 2021માં અવસાન થયું હતું અને તેમને 39 લગ્ન કર્યા હતા.
તે તેની બધી પત્ની સાથે એક જ ઘરમાં રહેતા હતા. તેમને પોતાની 39 પત્નીઓથી 94 બાળકો અને 36 પોત્રો છે. તે જ્યાં રહેતા હતા તે ઘરમાં લગભગ 100 રૂમ હતા. તેમના ઘરનું નામ ચુઆર થાન રન એટલે કે નવા જમાનાનું ઘર છે. આ ઘર રાજ્યનું એક મોટું પ્રવાસી આકર્ષણ પણ છે.
રોઇટર્સ અનુસાર, ઝિઓનાનો જન્મ 1945માં થયો હતો અને 17 વર્ષે તેનાથી 3 વર્ષ મોટી પહેલી પત્ની સાથે લગ્ન કર્યા. આ પરિવાર ચના પોલ તરીકે ઓળખાતા ખ્રિસ્તી સમુદાયનો છે અને તેના 2,000 અનુયાયીઓ છે. આ વ્યક્તિના દાદાએ 1942માં આ સમુદાયની રચના કરી હતી અને આ સમુદાય બહુપત્નીત્વને મંજૂરી આપે છે.
તેમના પરિવારમાં દરેક સભ્યને અલગ-અલગ કામ આપવામાં આવ્યું છે. ઘરમાં એક મોટું રસોડું છે અને લગભગ 180 લોકોના પરિવાર માટે ભોજન તૈયાર કરવામાં આવે છે. અહેવાલો અનુસાર ઘરમાં એક દિવસમાં 45 કિલો ચોખા, 30-40 ચિકન, 25 કિલો દાળ અને ઘણા ઈંડાનો વપરાશ થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
