સોનાથી બનેલો છે પૃથ્વીનો આ પડોશી ગ્રહ, એક ટુડકો જ બનાવી શકે છે અરબપતિ
ભારત સહિત દુનિયાભરના વૈજ્ઞાનિકો અવકાશમાં એવા ગ્રહની શોધમાં છે જ્યાં રહી શકાય અને ત્યા ઉપલબ્ધ ખનીજોનો ઉપયોગ માનવજાતિ માટે કરી શકાય. તમને જાણીને નવાઈ લાગશે કે પૃથ્વી નજીક એવો ગ્રહ છે જે સોનાથી બનેલો છે.
આજે આપણે જે ગ્રહ વિશે વાત કરી રહ્યા છીએ તે હકિકતમાં એક એસ્ટરોઇડ છે. કહેવાય છે કે આ એસ્ટરોઈડ પર એટલુ સોનું છે કે તે પૃથ્વી પર આવે તો સોનાનો ભંડાર ભરી શકે છે. આ એસ્ટરોઈડ સૂર્ય આસપાસ ફરી રહ્યો છે અને વૈજ્ઞાનિકોની તેના પર નજર છે.

વૈજ્ઞાનિકોને આ એસ્ટરોઇડ 1852માં મળ્યો હતો. ઇટાલિયન ખગોળશાસ્ત્રી એનીબેલે ડી ગાસ્પારિસે તેની શોધ કરી હતી. વૈજ્ઞાનિકો માને છે કે, આ એસ્ટરોઇડ પર એટલું સોનું છે કે તમે પૃથ્વી પરથી તેની કલ્પના પણ ન કરી શકો.
વૈજ્ઞાનિકોએ તેને 16Psyche નામ આપ્યું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે તેનો કોર નિકલ અને આયર્નનો બનેલો છે. જ્યારે તેની અંદર પ્લેટિનમ, સોનું અને અન્ય ઘણી કિંમતી ધાતુઓ મોટી માત્રામાં છે.
દુનિયાભરના વૈજ્ઞાનિકોની નજર આ એસ્ટરોઇડ પર છે ત્યાકે કેટલીક અવકાશ એજન્સીઓ આ એસ્ટરોઇડ પર અવકાશયાન મોકલવાનું વિચારી રહી છે. જો કે, હજુ સુધી કોઈ અવકાશયાન મોકલવામાં આવ્યું નથી.
વર્ષ 2013માં નાસાએ આ એસ્ટરોઇડ પર અવકાશયાન મોકલવાની જાહેરાત કરી પરંતુ કેટલાક કારણોસર મોકૂફ રાખવામાં આવ્યું હતું. જો કે તે ભવિષ્યમાં આ ગ્રહ પર હાજર સોનું અને અન્ય ખનિજો કાઢવા માટે તેના પ્રયાસો કરશે.
આ એસ્ટરોઇડ પર માત્ર સોનું જ નહીં હીરાનો પણ ભંડાર છે. વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે આ એસ્ટરોઇડમાં પૃથ્વી કરતા 17 ગણા વધુ હીરા છે. અહીં ઘણી એવી ધાતુઓ પણ છે જેની કિંમત સોના અને હીરા કરતા પણ વધારે છે.
વૈજ્ઞાનિકોને અપેક્ષા છે કે 2030 સુધીમાં વૈજ્ઞાનિકો એક અવકાશયાનને આ ગ્રહ પર ઉતારશે અને જો અહીંથી પૃથ્વી પર સોનું આવવાનું શરૂ થશે, તો પૃથ્વી પર સોનાની કિંમત લોખંડ કરતાં ઓછી થઈ જશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
