આ છે દુનિયાની સૌથી રહસ્યમય ગુફા, અંદર સમાઈ શકે છે પુરૂ શહેર, જાણો ક્યાં આવેલી છે?
ભારત અને દુનિયામાં ઘણી એવી રહસ્યમય જગ્યાઓ આવેલી છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આવી જ એક જગ્યા વિશે આપણે વાત કરવાના છીએ. કહેવાય છે કે આ રહસ્યમય ગુફામાં પુરૂ શહેર સમાઈ શકે છે.
વિયેતનામમાં આવેલી આ ગુફા તેની વિચિત્રતાઓને કારણે દુનિયાભરમાં જાણીતી છે. સોન ડંગ નામની આ ગુફા જેટલી મોટી છે તેટલી જ રહસ્યમય છે. આ ગુફા કેટલી લાંબી છે તેનો સાચો અંદાજ આજ સુધી કોઈને મળ્યો નથી.

આ ગુફા વિશે કહેવાય છે કે આ ગુફા એટલી ઊંડી છે કે તેમાં 40 માળની ઈમારત સમાઈ શકે છે. આ ગુફાની લંબાઈ વિશે કહેવાય છે કે તેમાં એપ મોટુ શહેર સમાઈ શકે છે.
આ રહસ્યમય ગુફામાં ઊંડા ખાડા અને નદીઓ વહે છે અને તેની શોધ 1991માં વિયેતનામના એક સ્થાનિક કઠિયારાએ કરી હતી. ત્યારબાદ વૈજ્ઞાનિકોએ વર્ષ 2009માં સોન ડુંગ ગુફાની મુલાકાત કરીને તેને વિશ્વની સૌથી ઊંડી અને રહસ્યમય ગુફા ગણાવી.
આગળ જતા વર્ષ 2013માં આ ગુફા પ્રવાસન સ્થળ બનીઅને તેને જોવા માટે આખા વર્ષ દરમિયાન દુનિયાભરમાંથી પ્રવાસીઓ આવવા લાગ્યા. સોન ડુંગ ગુફા 200 મીટરની ઉંચાઈ અને લગભગ 5 કિલોમીટરની લંબાઈ ધરાવે છે અને વિશ્વની સૌથી મોટી ગુફા છે.
આ ગુફામાં ઘણાં ગાઢ જંગલો અને ઘણાં ઊંડા ખાડા છે. તેમાં વહેતી ભૂગર્ભ નદીઓ અહીં આકર્ષણનું સૌથી મોટું કેન્દ્ર છે. સોન ડુંગ ગુફામાં મોટા પર્વતો છે. આ ખતરનાક સ્થળે પહોંચવા પ્રવાસીઓ જોખમનો સામનો કરે છે.
આ જ કારણ છે કે દર વર્ષે માત્ર એક હજાર પ્રવાસીઓને જ આ ગુફામાં પ્રવેશવાની પરવાનગી આપવામાં આવે છે. ગુફાઓમાં આ સ્થળોની મુલાકાત લેવાનો ખર્ચ લગભગ 2,51,285 રૂપિયા આવે છે. એડવેન્ચર પ્રેમીઓમાં આ જગ્યાનો અનોખો ક્રેઝ છે.
આ જગ્યા કેટલી રહસ્યમયી છે એ વાતનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો તે આજ સુધી અહીં રહેલી તમામ ગુફાઓ સુધી કોઈ પહોંચી શક્યું નથી. આ ગુફાઓ સુધી પહોંચવા માટે લોકોએ સ્થાનિક ગાઈડની મદદ લેવી પડે છે. અહીં પહોંચવા માટે ગાઈડ સાથે જંગલના દુર્ગમ રસ્તાઓ પર ચાલવું પડે છે.
તમને જણાવી દઈએ કે વૈજ્ઞાનિકો પણ આ રહસ્યમય ગુફાના માત્ર 40 ટકા વિસ્તારને શોધી શક્યા છે. મનાય છે કે આજે પણ આ ગુફામાં અંદર ઘણા રહસ્યો છે જેને ઉકેલી શકાયા નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
