કાશી વિશ્વનાથના દર્શને આવેલા વ્યક્તિએ વેજ બિરયાની મંગાવતા હોટલે ચિકન બિરયાની પધરાવી દીધી, શું છે પુરી ઘટના?
સામાન્ય રીતે હોટલમાં ઘણી વખત એવુ બને કે તમે ઓર્ડર કરેલી વસ્તુની જગ્યાએ કોઈ અન્ય વસ્તુ આવે. પરંતુ વારાણશીમાં એક ચૌકાવનારી ઘટના સામે આવી છે. અહીં કાશી વિશ્વનાથના દર્શને પહોંચેલા એક વ્યક્તિને હોટલે વેજની જગ્યાએ ચિકન બિરયાની પધરાવી દીધી.
એક ટ્વિટર યુઝરે તેની સાથે બનેલી આ વિચિત્ર ઘટનાનો ઉલ્લેખ ટ્વિટ કરીને કર્યો છે. આ ટ્વિટ સાથે તેને બિરયાની અને બિલનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે. તેના દાવા અનુસાર, તેના મિત્રએ પનીર બિરયાનીનો ઓર્ડર આપ્યો હતો પરંતુ તેના બદલે તેને ચિકનના ટુકડાવાળી આઈટમ આપી દેવાઈ.

ટ્વિટર યુઝર અશ્વિની શ્રીવાસ્તવે વારાણસીમાં પોતાના અનુભવ વિશે વાત કરતા બે વીડિયો શેર કર્યા છે. આમાં વેજીટેબલ પનીર બિરયાનીનું બિલ પણ બતાવવામાં આવ્યું છે. તેણે તેને ફૂડ એગ્રીગેટ એપ Zomato દ્વારા ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. આગળની ક્લિપમાં તેને અપાયેલી ચિકન દેખાઈ રહી છે.
જો કે આ વ્યક્તિને શરૂઆતમાં ખબર ન પડી પરંતુ જ્યારે ટેસ્ટ કર્યો ત્યારે ખબર પડી કે તે પનીર નહીં પણ કંઈક બીજું છે. યુઝરે તેના આ અનુભવને વિગતે ટ્વીટમાં જણાવ્યો છે.
My friend is in Varanasi with his family during this holy month of Sawan. He had ordered family pack Paneer veg biryani (worth ₹ 1228) from the famous '@BehrouzBiryani' through @zomato, but they made them eat chicken biryani instead! @deepigoyal
— Ashwini Shrivastava (@AshwiniSahaya) July 8, 2023
This family never eats meat, but… pic.twitter.com/ogsNwblU4d
ત્યારપછી તેણે ફરિયાદ માટે બેહરોઝ બિરયાનીને કોલ કર્યો તો તેને Zomatoનો સંપર્ક કરવા કહ્યું. જ્યારે તેણે ઝોમેટોને ફોન કર્યો ત્યારે તેને હોટલનો સંપર્ક કરવા કહ્યું.
ઘટના બાદ Zomato અને Behrouz Biryani બંનેએ ટ્વીટનો જવાબ આપ્યો અને તરત જ વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપી. Zomatoએ લખ્યું કે અશ્વિની અમે આ ઘટના માટે દિલગીર છીએ. એવું કંઈ કરવાનો અમારો ઈરાદો નહોતો. અમે તરત જ તેની તપાસ કરાવીશું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
