Black Magic : જાણો પૂતળી ટોના, વૂડૂ અને કાળા જાદુ વચ્ચેનો તફાવત, જાણો વૂડૂ ધર્મના રહસ્યો
Black Magic : આ દુનિયામાં ઘણા એવા છે જેઓ ભૂત-પ્રેતમાં માનતા નથી, પરંતુ ભૂતિયા ઢીંગલીઓની સ્ટોરી કોઈ લેખકના મગજની ઉપજ નથી. હકીકતમાં ભૂતિયા ઢીંગલીઓની ઘણી સ્ટોરી અને ફિલ્મો વાસ્તવિક ઘટનાઓ પર આધારિત છે.
ફિલ્મ એનાબેલે ક્રિએશન ને એનાબેલ સીરિઝની સૌથી ડરામણી ફિલ્મ માનવામાં આવે છે. જે લોકો ભૂત-પ્રેતથી ડરતા નથી, તેઓની આત્મા પણ આ ફિલ્મ જોઈને કંપી ઉઠે છે.

અહીં છે સૌથી મોટું વૂડૂ મંદિર - વૂડૂ એ સમગ્ર વિશ્વની આદિમ જાતિઓનો પ્રારંભિક ધર્મ રહ્યો છે. તેનું નામ અને પદ્ધતિ દરેક દેશમાં અલગ-અલગ હોય શકે છે, પરંતુ તે વળગાડ મુક્તિ, જાદુ, કાલ્પનિક દેવતાઓ અને આદિજાતિની પ્રાચીન પરંપરાનો ધર્મ છે.
વૂડૂ સમગ્ર આફ્રિકાનો ધર્મ ગણી શકાય, પરંતુ જાદુની આ ધાર્મિક પરંપરા કેરેબિયન ટાપુઓમાં હજૂ પણ જીવંત છે. તેને અહીં વૂડૂ કહેવામાં આવે છે. હાલમાં બુનીન દેશનું ઉઇડા ગામ વૂડૂ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. અહીં સૌથી મોટું વૂડૂ મંદિર છે, જ્યાં વિચિત્ર દેવતાઓની સાથે જાદુઈ વસ્તુઓ રાખવામાં આવે છે.
આ કામોમાં થાય છે વૂડૂનો ઉપયોગ - આફ્રિકાના દરેક ખૂણેથી લોકો સંપત્તિ, વેપાર અને પ્રેમમાં સફળતા મેળવવા અહીં આવે છે. વૂડૂ પ્રકૃતિના પાંચ તત્વોમાં માને છે. જેમ ભારતના આદિવાસી લોકોમાં જૂથોમાં ગાવાની અને નૃત્ય કરવાની પરંપરા છે, તેમ વૂડૂ નર્તકો પરંપરાગત ડ્રમના તાલે નૃત્ય કરીને દેવતાઓને આહ્વાન કરે છે. આ પ્રાર્થનાપૂર્ણ નૃત્ય ઘણા કલાકો સુધી ચાલે છે.
6000 વર્ષથી વધુ જૂનો છે આદિમ ધર્મ - વૂડૂ આજે પણ સમગ્ર વિશ્વમાં જીવંત છે. નામ ગમે તે હોય, તમે તેને આદિમ ધર્મ કહી શકો. તેને 6000 વર્ષથી પણ વધુ જૂનો ધર્મ માનવામાં આવે છે. ખ્રિસ્તી અને ઇસ્લામના પ્રસાર બાદ, તેના અનુયાયીઓની સંખ્યામાં ઘટાડો થયો અને આજે તે ફક્ત પશ્ચિમ આફ્રિકાના કેટલાક વિસ્તારો સુધી મર્યાદિત છે.
વૂડૂને વિચરતી, આદિવાસીઓ, જંગલમાં રહેતા લોકોનો કાલ્પનિક અથવા પછાત ધર્મ માનો છો, પરંતુ ઊંડો અભ્યાસ કરતાં એ સ્પષ્ટ થાય છે કે, વૂડૂની પરંપરા આજના આધુનિક ધર્મમાં પણ નવા સ્વરૂપ સાથે હાજર છે.
વૂડૂ સંબંધિત સ્ટોરી - એર્ઝુલી ડેન્ટર નામની વૂડૂ દેવી 1847 માં એક ઝાડ પર દેખાઈ હોવાનું કહેવાય છે. તેણીને સુંદરતા અને પ્રેમની દેવી માનવામાં આવતી હતી. તે પોતાના જાદુની મદદથી લોકોની સમસ્યાઓ હલ કરતી હતી. આનાથી ત્યાંના સ્થાનિક કેથોલિક પાદરીઓ નારાજ હતા. તેણે આ ઝાડ કાપી નાખ્યું હતું.
જે બાદમાં લોકોએ તે જ જગ્યાએ દેવીની મૂર્તિ બનાવી અને તેની પૂજા શરૂ કરી હતી. તે દેવીની શક્તિના કારણે આજે પણ ત્યાંના જાદુગરો લોકોની સમસ્યાઓ દૂર કરવાનો દાવો કરે છે.
ભૂતિયા ડોલ્સ પર આધારિત ફિલ્મો
- - ધ કોન્જુરિંગ 2013
- - ડેડ સાયલન્સ 2007
- - મેજિક 1978
- - પોલ્ટર્જિસ્ટ 1982
- - ચિલ્ડ્રન પ્લે 1988
- - સો 2004
- - ટ્રાયોલોજી ઓફ ટેરર
- - મેકિંગ કોન્ટેક્ટ 1985
- - ટૂરિસ્ટ ટ્રેપ 1979
કેવી રીતે થાય છે કાળો જાદુ? - એક ખાસ પ્રક્રિયા છે. કાળા જાદુના ઉપયોગથી વ્યક્તિ પોતાના ભાગ્ય સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરી શકે છે અને જો જરૂરી હોય તો તે અન્ય વ્યક્તિનો જીવ પણ લઈ શકે છે.
મૃત્યુ બાદ પણ વ્યક્તિ શત્રુના મૃત આત્માને પોતાનો ગુલામ બનાવીને ઈચ્છિત કામ કરાવી શકે છે. આ માટે સૌથી પહેલા તેમાં એક નાનું પૂતળું બનાવવામાં આવે છે. આ તે વ્યક્તિનું સ્વરૂપ છે, જેના પર કાળો જાદુ કરવામાં આવે છે.
કાળા જાદુમાં આ રીતે થાય છે મંત્રોનો ઉપયોગ - કાળા જાદુમાં કેટલાક ખાસ મંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. આ મંત્રોનું જ્ઞાન ગુરુ દ્વારા જ મેળવી શકાય છે. મંત્રનો જાપ કરતી વખતે, પૂતળાને સોયથી ચૂંટવામાં આવે છે. આનાથી દુશ્મનને પીડા થાય છે.
કેટલીકવાર ક્રિયા પૂર્ણ થયા પછી તે પૂતળાને જમીનમાં દાટી દેવામાં આવે છે. આ દુશ્મનના મૃત્યુ તરફ પણ દોરી જાય છે. જોકે, જે લોકો ગાયત્રી મંત્ર, મહામૃત્યુંજય જેવા મંત્રોનો ઉપયોગ કરે છે, તેઓ ક્યારેય કાળા જાદુથી પ્રભાવિત થતા નથી. ઉલટું જે વ્યક્તિ કાળો જાદુ કરે છે, તેને પોતાના જીવનનું જોખમ ઉંભું થઈ જાય છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
