10 વર્ષની કેન્સર પીડિત બાળકીએ બેસ્ટ ફ્રેન્ડ સાથે લગ્ન કરવાની આખરી ઈચ્છા દર્શાવી, આ લવ સ્ટોરી તમને રડાવી દેશે
કહેવાય છે કે સાચા પ્રેમીઓ અમર થઈ જાય છે અને હજારો વર્ષો સુધી લોકોના મુખે તેની કહાની ચર્ચાય છે. હાલમાં જ આવી જ એક લવ સ્ટોરી સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહી છે. જો કે આને લવ સ્ટોરી કહેવા કરતા બે મિત્રોની મિત્રતાની કરૂણ ઘટના વધારે કહી શકાય. આ ઘટના કોઈને પણ રડાવી શકે છે.
હાલ સોશિયલ મીડિયા પર એક અમેરિકી બાળકી ચર્ચામાં છે. 10 વર્ષની એમા એડવર્ડ્સ તો આ દુનિયા છોડીને જતી રહી છે પરંતુ તેની નાનકડી માસૂમ લવ સ્ટોરી આજે લોકોના મુખે છે.

10 વર્ષની માસૂમ વયે દુનિયાને અલિવાદ કહેનારી એમાની લવ સ્ટોરી લોકોને રડાવી રહી છે. આ નાનકડી છોકરી કેન્સરથી પીડિત હતી અને તેને તેની અંતિમ ઈચ્છા તરીકે મૃત્યુના 12 દિવસ પહેલા તેના બેસ્ટ ફ્રેન્ડ સાથે લગ્ન કર્યા.
એમા એક વખત દુલ્હન બનવા માંગતી હતી અને તે તેના બેસ્ટ ફ્રેન્ડના પ્રેમમાં હતી. ડોક્ટરોએ કહ્યું કે એમા પાસે વધારે સમય નથી તો તેના પિતાએ જ તેની દુલ્હન બનવાની ઈચ્છા પૂરી કરી એને બેસ્ટ ફ્રેન્ડ સાથે લગ્ન કરાવ્યા.
એમાને ડેનિયલ માર્શલ ક્રિસ્ટોફર વિલિયમ્સ નામનો એક બેસ્ટ ફ્રેન્ડ હતો. જેને તે પ્રેમથી ડીજે બોલાવતી હતી. બંને એકબીજાને પ્રેમ કરતા હતા. તેની છેલ્લી ઈચ્છા પૂરી કરવા એમાના પરિવારે તેના ડીજે સાથે તેના લગ્ન ગોઠવ્યા. બંનેના પરિવાર વતી નાનકડો કાર્યક્રમ યોજીને બંનેના લગ્ન થયા.
બંનેના લગ્નના ફોટોગ્રાફ્સ પણ સામે આવ્યા છે, જેને જોઈને કોઈ ઈમોશનલ થઈ શકે છે. આ ફોટોમાં બંનેએ એકબીજાનો હાથ પકડી રાખ્યો છે.
જણાવી દઈએ કે, એમા એડવર્ડ્સને એપ્રિલ મહિનામાં એક્યુટ લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા હોવાનું નિદાન થયું હતું. જેના કારણે તેનું બ્લડ અને બોન મેરો ખરાબ થઈ ગયુ હતુ. આ બિમારીનો કોઈ ઈલાજ નહોતો. એમાની માતાનું નામ એલિના એડવર્ડ્સ અને પિતાનું નામ એરોન એડવર્ડ્સ છે.
માતા એલિના એડવર્ડ્સે જણાવ્યુ કે, ડીજે એમ્માને ખરેખર પ્રેમ કરે છે અને તેનો પરિવાર હંમેશા એમા માટે કંઈપણ કરવા આગળ રહેતો હતો. એમા અને ડીજે બંને પડોશીઓ છે. એલિના એડવર્ડ્સ કહે છે કે સામાન્ય રીતે મોટા ભાગના બાળકો ડિઝનીલેન્ડ જવા માંગે છે, ફરવા માંગે છે, પરંતુ એમા પત્ની બનીને ત્રણ બાળકોને જન્મ આપવા માંગતી હતી.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી











Click it and Unblock the Notifications
