બેસ્ટ એવરેજ આપતી ટોપ 10 ડીઝલ કાર, કિંમત 10 લાખ સુધી
ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં પેટ્રોલ કારની સરખામણીએ ડીઝલ કાર પણ પોતાનું માર્કેટ ઉભુ કરી રહી છે. તેની પાછળનું કારણ એ છેકે આ કાર પેટ્રોલ કારની તુલનામાં સારી એવરેજ આપી શકે છે, તથા બીજું કારણ પેટ્રોલ કરતા ડીઝલ સરવાળે સસ્તું પડી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને વિવિધ કાર નિર્માતા કંપનીઓ દ્વારા પેટ્રોલ કારની સાથોસાથ ડીઝલ કાર્સને પણ લોન્ચ કરીને માર્કેટમાં પોતાની બ્રાન્ડ વેલ્યુ વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
જો તમે એક ડીઝલ કાર લવર્સ હોવ અને માર્કેટમાં ઉપલબ્ધ ડીઝલ કાર્સમાંથી પોતાના બજેટમાં કઇ સારી કાર લેવી તેને લઇને મુંઝવણ અનુભવી રહ્યાં હોવ તો અમે તમારી મુંઝવણને હળવી કરવા હેતુ અહીં 12 લાખ રૂપિયા સુધીની કિંમત ધરાવતી કેટલીક ડીઝલ કાર્સ અંગે માહિતી આપી રહ્યાં છીએ, જેમાં હુન્ડાઇ, ટાટા, હોન્ડા, ફોર્ડ, મારુતિ સુઝુકી અને રેનોની કાર છે. તો ચાલો તસવીરો થકી એ કાર્સ અંગે માહિતી મેળવીએ.
આ પણ વાંચોઃ- વીડિયોઃ ટોઇંગ વાનમાંથી કાર લઇ ભાગ્યો ડ્રાઇવર
આ પણ વાંચોઃ- ભારતમાં તમારી શાનમાં વધારો કરે તેવી 10 એક્ઝિક્યૂટિવ કાર્સ
આ પણ વાંચોઃ- અમદાવાદમાં ધૂમ મચાવતી મર્સીડિઝની 10 કાર, કિંમત 1 કરોડ સુધી
આ પણ વાંચોઃ- નવી કાર ખરીદવી છે? જો-જો છેતરાઇ ન જતા, જાણો ખાસ ટિપ્સ

હુન્ડાઇ એક્સેન્ટ
કિંમતઃ- 4.9 - 7.6 લાખ રૂપિયા
ડીઝલ એન્જીનઃ- 1120 સીસી, જનરેશન 2 1.1 યુ2 સીઆરડીઆઇ ડીઝલ એન્જીન, 72 પીએસ અને 180.4 એનએમ ટાર્ક.
એવરેજઃ-24.4 કિ.મી પ્રતિ લિટર

હુન્ડાઇ ગ્રાન્ડ આઇ10
કિંમતઃ- 4.5 - 6.6લાખ રૂપિયા
ડીઝલ એન્જીનઃ- 1120 સીસી, જનરેશન 2 1.1 યુ2 સીઆરડીઆઇ ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 71 પીએસ અને 1500 આરપીએમ પર 160 એનએમ ટાર્ક.
એવરેજઃ- 24 કિ.મી પ્રતિ લિટર

ટાટા ઇન્ડિગો ઇસીએસ
કિંમતઃ- 4.80થી 6.04 લાખ રૂપિયા
ડીઝલ એન્જીનઃ- 1396 સીસી, 4 સિલિન્ડર ડીઝલ એન્જીન, 70 પીએસ અને 140 એનએમ
એવરેજઃ- 25 કિ.મી પ્રતિ લિટર

હોન્ડા અમેઝ
કિંમતઃ- 5.2 - 8.2 લાખ રૂપિયા
ડીઝલ એન્જીનઃ- 1498 સીસી, 1.5-લિટર 98.6બીએચપી 16વી આઇડીટીઇસી ડીઝલ એન્જીન, 3600આરપીએમ પર 98.6બીએચપી, 1750આરપીએમ પર 200એનએમ
એવરેજઃ- 21.0 કિ.મી પ્રતિ લિટર / 25.8 કિ.મી પ્રતિ લિટર

ફોર્ડ ક્લાસિક
કિંમતઃ- 5.1 - 7.5 લાખ રૂપિયા
ડીઝલ એન્જીનઃ- 1399 સીસી, 1.4-લિટર 8વી ઇનલાઇન એન્જીન, 67બીએચપી, 160એનએમ
એવરેજઃ- 17.0 કિ.મી પ્રતિ લિટર / 19.68 કિ.મી પ્રતિ લિટર

શેવરોલે બીટ
કિંમતઃ- 4.1 - 6.1 લાખ રૂપિયા
ડીઝલ એન્જીનઃ- 936 સીસી, 1.0-લિટર 57.6બીએચપી 12વી સ્માર્ટટેક ડીઝલ એન્જીન, 4000આરપીએમ પર 57.6બીએચપી , 1750આરપીએમ પર 150એનએમ
એવરેજઃ- 22.5 કિ.મી પ્રતિ લિટર / 25.44 કિ.મી પ્રતિ લિટર

મારુતિ સુઝુકી સ્વિફ્ટ
કિંમતઃ- 4.6થી 6.9 લાખ રૂપિયા
ડીઝલ એન્જીનઃ- 1248 સીસી, 1.3-લિટર 74બીએચપી 16વી ડીડીઆઇએસ ડીઝલ એન્જીન, 4000આરપીએમ પર 74બીએચપી, 2000આરપીએમ પર 190 એનએમ
એવરેજઃ-18.6 કિ.મી પ્રતિ લિટર/ 23.4 કિ.મી પ્રતિ લિટર

હોન્ડા સિટી
કિંમતઃ- 7.20થી 11.10 લાખ રૂપિયા
ડીઝલ એન્જીનઃ- 1498 સીસી, 4 સિલિન્ડર ડીઝલ એન્જીન, 100 પીએસ અને 200 એનએમ
એવરેજઃ- 26 કિ.મી પ્રતિ લિટર

રેનો ડસ્ટર
કિંમતઃ- 8.0 - 12.2 લાખ રૂપિયા
ડીઝલ એન્જીનઃ-1461 સીસી, 1.5-લિટર 16વી કે9કે ડીઝળ એન્જીન, 108.49બીએચપી, 248એનએમ
એવરેજઃ- 16.8 કિ.મી પ્રતિ લિટર/ 19.01 કિ.મી પ્રતિ લિટર

ફોર્ડ ઇકોસ્પોર્ટ
કિંમતઃ- 6.5 - 9.9 લાખ રૂપિયા
ડીઝલ એન્જીનઃ- 1498 સીસી, 1.5-લિટર 16વી ટીડીસીઆઇ ડીઝલ એન્જીન, 89.75બીએચપી, 204એનએમ
એવરેજઃ- 19.3 કિ.મી પ્રતિ લિટર / 22.7 કિ.મી પ્રતિ લિટર
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
