Prateek Yadav Death: મુલાયમસિંહ યાદવના પુત્ર પ્રતિક યાદવે 38ની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
રાજકારણના ગલિયારામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવના નાના પુત્ર અને ભાજપ નેતા અપર્ણા યાદવના પતિ પ્રતીક યાદવનું બુધવાર, 13 મે, 2026 ના રોજ લખનૌની એક હોસ્પિટલમાં નિધન થયું છે. તેમની તબિયત અચાનક બગડી હતી અને સારવાર છતાં કોઈ સુધારો ન થતાં તેમણે અંતિમ શ્વાસ લીધા. પ્રતીક યાદવ પત્ની અપર્ણા યાદવ અને બે પુત્રીઓને વિલાપ કરતા છોડી ગયા.
તેમના નિધનનું ચોક્કસ કારણ હજુ અસ્પષ્ટ છે, હોસ્પિટલના મેડિકલ બુલેટિનની રાહ જોવાઈ રહી છે. પ્રતીક, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના નાના સાવકા ભાઈ હતા. તેમના પિતા મુલાયમ સિંહ યાદવની પ્રથમ પત્ની માલતી સિંહ હતા, જેમનું વર્ષ 2000 માં અસ્થમાને કારણે અવસાન થયું. તેમનો પુત્ર અખિલેશ યાદવ છે.
પ્રતીક યાદવ મુલાયમ સિંહની બીજી પત્ની સાધના ગુપ્તાના પુત્ર હતા. મુલાયમ સિંહે વર્ષ 2003 માં સાધના ગુપ્તા સાથે લગ્ન કર્યા. આ સાધનાના બીજા લગ્ન હતા, જેમના પ્રથમ લગ્ન 4 જુલાઈ, 1986 ના રોજ ફરુખાબાદના વેપારી ચંદ્ર પ્રકાશ ગુપ્તા સાથે થયા હતા.

પ્રતીકનો જન્મ 7 જુલાઈ, 1987 ના રોજ થયો, પરંતુ 1990 માં સાધના અને ચંદ્ર પ્રકાશ વચ્ચે ઔપચારિક છૂટાછેડા થયા. કહેવાય છે કે સાધના ગુપ્તાની મુલાયમ સિંહ સાથેની નિકટતાને પ્રથમ લગ્નમાં ભંગાણનું કારણ મનાય છે. લગ્ન બાદ મુલાયમે પ્રતીકને પોતાના પુત્ર તરીકે અપનાવ્યા, જોકે તેઓ જૈવિક પિતા નહોતા.
અખિલેશ યાદવ અને પ્રતીક યાદવના સંબંધો ક્યારેય સૌહાર્દપૂર્ણ રહ્યા ન હોવાનું મનાય છે. રાજકીય પરિવારમાં કલહ ત્યારે વધુ ઘેરી બની, જ્યારે પ્રતીકની પત્ની અપર્ણા યાદવે સમાજવાદી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ હતી.
ચોંકાવનારી વાત એ છે કે, થોડા મહિનાઓ પૂર્વે અપર્ણા અને પ્રતીક વચ્ચે અણબનાવ અને છૂટાછેડાની અફવાઓ પણ ઉઠી હતી. જોકે, અપર્ણા યાદવે આ તમામ વાતોને સદંતર અફવા ગણાવી હતી અને આવી ખોટી જાણકારી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી હતી.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, પ્રતીક યાદવ લાંબા સમયથી બીમાર હતા, પરંતુ તેમની બીમારીનું સ્વરૂપ જાહેર થયું નથી. તેઓ રાજકારણથી હંમેશા દૂર રહ્યા હતા. બ્રિટનની યુનિવર્સિટી ઓફ લીડ્સમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ, તેમણે 'ફિટનેસ પ્લેનેટ' નામનું જીમ ચલાવ્યું.
આ ઉપરાંત, તેમણે શેરીના શ્વાન માટે કાર્યરત 'જીવ આશ્રય' નામની સેવાભાવી સંસ્થા પણ ચલાવી હતી. રાજકીય પરિવારના સભ્ય હોવા છતાં, પ્રતીક યાદવે પોતાનું ધ્યાન સામાજિક કાર્ય અને વ્યક્તિગત વ્યવસાય પર કેન્દ્રિત કર્યું.












Click it and Unblock the Notifications
