Rajyog January 2023 : નવા વર્ષના પહેલા મહિને બની રહ્યા છે 3 શુભ યોગ, થશે આ મોટા લાભ
નવું વર્ષ 1 જાન્યુઆરી એટલે કે રવિવારથી શરૂ થશે. વર્ષ 2023 અશ્વિની નક્ષત્રથી શરૂ થઈ રહ્યું છે. આ દિવસે સવારે 7.23 કલાકે શિવ અને ત્યારબાદ સિદ્ધયોગ શરૂ થશે. કોઈપણ સંકલ્પ માટે આ સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે.
Rajyog January 2023 : વર્ષ 2022 હવે બે દિવસમાં વિદાય લેશે, આ સાથે 2023નું આગમન થશે. વર્ષ 2022 મિશ્ર રહ્યું અને હવે લોકો કામના કરી રહ્યા છે કે, આવનારુ વર્ષ 2023 એકદમ સારૂ રહે. આ વચ્ચે જ્યોતિષ શાસ્ત્રની વાત કરીએ તો જાન્યુઆરી 2023માં કુલ 3 રાજયોગ બની રહ્યા છે.
આ રાજયોગની અસર તમામ 12 રાશિ પર પડશે. વર્ષ 2023ની વાત કરવામાં આવે તો પહેલા જ મહિનામાં ઘણા ગ્રહો રાશિ પરિવર્તન કરવાના છે. ગ્રહ અને નક્ષત્રોના ગોચરને કારણે ઘણી શુભ તેમજ અશુભ યોગ પણ સર્જાય છે.

સિદ્ધ યોગ
નવું વર્ષ 1 જાન્યુઆરી એટલે કે રવિવારથી શરૂ થશે. વર્ષ 2023 અશ્વિની નક્ષત્રથી શરૂ થઈ રહ્યું છે. આ દિવસે સવારે 7.23 કલાકે શિવ અનેત્યારબાદ સિદ્ધયોગ શરૂ થશે. કોઈપણ સંકલ્પ માટે આ સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે.

શશ રાજયોગ
બીજી તરફ નવા વર્ષમાં સૂર્ય, શનિ અને દેવગુરુ ગુરુ પોતાના ઘરમાં રહેશે. આ શુભ સંકેત દર્શાવે છે. 17 જાન્યુઆરીએ શનિના ગોચરનાકારણે ષષ્ઠ મહાપુરુષ રાજયોગ બની રહ્યો છે.
શશ યોગ ઘણી રાશિઓ માટે સારા સમાચાર લાવશે. ખાસ કરીને કુંભ, કન્યા, મકર, મેષ અનેવૃષભ રાશિના લોકોને મજબૂત લાભ મળશે.

વિપરીત રાજયોગ
આ સાથે જાન્યુઆરીમાં જ વિપરીત રાજયોગ પણ બની રહ્યો છે, જે તુલા, વૃષભ અને ધન રાશિના લોકો માટે વિશેષ ફળદાયી છે. આસાથે જ જાન્યુઆરીમાં સૂર્ય, બુધ અને શુક્ર ગ્રહો પણ ગોચર કરી રહ્યા છે. ઘણી રાશિઓને પણ આનાથી શુભ ફળ મળશે.












Click it and Unblock the Notifications
