Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Mata lakshmi na upay: ઘરમાં નહીં રહે ધનની કમી, કરો માતા લક્ષ્મીના ઉપાય

Mata lakshmi na upay: માતા લક્ષ્મી ધન સંપત્તિની દેવી છે. માતા લક્ષ્મીની પૂજાથી જીવનમાં ધન સંપત્તિ સાથે ઐશ્વર્ય અને માન-સન્માન મળે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, જેના પર માતા લક્ષ્મીની કૃપા થાય છે, તેમના જીવનમાં ક્યારેય ધન-સંપત્તિની ક્યારેય કમી રહેતી નથી. તમામ લોકો માતા લક્ષ્મીની કૃપા મેળવવા ઇચ્છે છે.

શાસ્ત્રોમાં કેટલાક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી માતા જલ્દી પ્રસન્ન થઈ જાય છે. દરરોજ સવારે આમાંથી કેટલાક કામ કરવાથી ઘરમાં ખુશીઓ આવી શકે છે. આ અહેવાલમાં જાણીશું કે, માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાયો વિશે.

Mata lakshmi na upay

આ રીતે પ્રસન્ન થઈ શકે છે માતા લક્ષ્મી

દાન - પોતાની મનપસંદ વસ્તુઓનું દાન કરવાથી દેવી લક્ષ્મીની કૃપા મેળવી શકાય છે. સવારે સ્નાન અને પૂજા કર્યા પછી કમળનું ફૂલ, શંખ અથવા ગાયનું દાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, આવું કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે.

સફાઈ - એવી માન્યતા છે કે, જ્યાં સ્વચ્છતા હોય, ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. સવારે નિયમિતપણે ઘરની સફાઈ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થઈ શકે છે.

શુક્રવારના ઉપાયો - શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે સવારે માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. પૂજા માટે સફેદ વસ્ત્રો પહેરો અને દેવી લક્ષ્મીને તેમની પ્રિય મીઠાઈઓ અર્પણ કરો.

પૂજા ઘર - દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે પૂજા રૂમ હંમેશા ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં બનાવવો જોઈએ. આ સ્થાન પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

ખારું પાણી - દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખારા પાણીથી ઘર સાફ કરવું જોઈએ. આ ઉપાયથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે, અને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ અહેવાલ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X