Sharad Purnima 2024: જાણો શરદ પૂર્ણિમાની સાચી તારીખ, ધાર્મિક મહત્વ અને શુભ મુહૂર્ત
Sharad Purnima 2024: નવરાત્રીની નવ રાત ગરબે ઘુમ્યા બાદ ખૈલેયાઓ ગરબા રમવા માટે શરદ પૂનમની રાહ જોતા હોય છે.
શરદ પૂર્ણિમા ગુજરાતી કેલેન્ડર વર્ષની અંતિમ પૂર્ણિમા છે. જે આસો પૂનમની તિથિએ ઉજવવામાં આવે છે.
હિન્દુ ધર્મમાં પૂર્ણિમાની તિથિનું વિશેષ મહત્વ હોય છે. જેનો સંબંધ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી સાથે છે. શરદ પૂર્ણિમાના દિવસે દાન પૂણ્ય સાથે દુધ પૈવાનું ખાસ મહત્વ છે. આ સાથે ઘણા વિસ્તારોમાં શરદ પૂનમના ગરબાનું આયોજન પણ કરવામાં આવે છે.
આ સાથે શરદ પૂર્ણિમા પર ગંગામાં સ્નાન કરવાનું અને શુભ મુહૂર્તમાં દાન કરવાનું પણ મહત્વ છે. જે બાદ વિષ્ણુજીની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે.
આ ઉપરાંત એવી ધાર્મિક માન્યતા પણ છે કે, આવું કરવાથી વ્યક્તિને જીવનમાં શુભ ફળ મળે છે. તેમજ સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ સિવાય કામમાં આવતી અડચણો દૂર થાય છે.
શરદ પૂર્ણિમાના અવસરે ચંદ્રના કિરણોથી અમૃત વર્ષા થાય છે, જેને અમૃત કાલ તરીકે ઓળખવામાં આવે છે. તેથી, આ તહેવારની રાત્રે, ખીરને ચંદ્રના પ્રકાશમાં રાખવામાં આવે છે, અને બીજા દિવસે તેનું સેવન કરવામાં આવે છે. ઘણા લોકો દુધપૌવા ખાય છે.

આ પ્રસાદ લેવાથી વ્યક્તિના સૌભાગ્યમાં વધારો થાય છે, શું તમે જાણો છો કે, શરદ પૂર્ણિમાનો તહેવાર ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે? જો તમે નથી જાણતા તો આ અહેવાલમાં આપણે શરદ પૂર્ણિમાના તહેવારની ઉજવણી વિશે જાણીશું.
પંચાંગ અનુસાર દર વર્ષે આસો માસની પૂર્ણિમાની તિથિએ શરદ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે, શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રના કિરણોથી અમૃત વર્ષા થાય છે. તેથી પૂર્ણિમાની રાત્રે ખીરને ચંદ્રના પ્રકાશમાં રાખવામાં આવે છે.
આ ખીરનું સેવન કરવાથી સાધકને શાંતિ મળે છે, અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ સિવાય આ દિવસે દીવો પ્રગટાવવાથી જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. આ બધા કારણોસર શરદ પૂર્ણિમાના તહેવારની ઉજવણી કરવામાં આવે છે.
શરદ પૂર્ણિમા 2024 તારીખ અને શુભ મુહૂર્ત - પંચાંગ અનુસાર, આસો મહિનાની પૂર્ણિમા તિથિ 16 ઓક્ટોબરની રાત્રે 08:40 કલાકે શરૂ થશે.
આવા સમયે આ તારીખ બીજા દિવસે એટલે કે 17 ઓક્ટોબરની સાંજે 04:55 કલાકે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં શરદ પૂર્ણિમાનો તહેવાર 16 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે સાંજે 5:05 મિનિટે ચંદ્રોદય થશે.
શરદ પૂર્ણિમા 2024 શુભ મુહૂર્ત
- બ્રહ્મ મુહૂર્ત - સવારે 04:42 થી 05:32 સુધી
- વિજય મુહૂર્ત - બપોરે 02:01 થી 02:47 સુધી
- ગોધુલી મુહૂર્ત - સાંજે 05:50 થી 06:15 સુધી
- નિશિતા મુહૂર્ત - 17 ઓક્ટોબરના રોજ બપોરે 11:42 થી 12:32 સુધી
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
