Ganesh Chaturthi 2021: દસ દિવસીય ગણેશ ઉત્સવની શરૂઆત કઈ તારીખથી થશે, જાણો પૂજાવિધિ અને મહત્વ
આવો, જાણીએ વર્ષ 2021માં ગણેશ ચતુર્થીનો ઉત્સવ કયા દિવસે મનાવવામાં આવશે અને પૂજાનુ શુભ મુહૂર્ત શું રહેશે.
ગણેશ ચતુર્થીનો ઉત્સવ દેશના લગભગ બધા રાજ્યોમાં ખૂબ ઉત્સાહ અને ધામધૂમથી મનાવવામાં આવે છે. આમ તો દર મહિનાની ચતુર્થી તિથિ ગણપતિ ભગવાનને સમર્પિત છે પરંતુ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી સૌથી ઉત્તમ છે. માનવામાં આવે છે કે આ દિવસે ગણપતિ બાપ્પાનો જન્મ થયો હતો. ગણેશ ચતુર્થીના અવસરે લોકો પોતાના ઘરમાં ગણપતિ મહારાજની પ્રતિમા સ્થાપિત કરે છે અને અનંત ચતુર્દશીનના પ્રસંગે તેમને વિદાય કરવામાં આવે છે. આવો, જાણીએ વર્ષ 2021માં ગણેશ ચતુર્થીનો ઉત્સવ કયા દિવસે મનાવવામાં આવશે અને પૂજાનુ શુભ મુહૂર્ત શું રહેશે.

ગણેશ ચતુર્થીનો તિથિ અને મુહૂર્ત
વર્ષ 2021માં ગણેશ ચતુર્થી 10 સપ્ટેમ્બર, શુક્રવારનના દિવસે મનાવવામાં આવશે.
ચતુર્થીનો શુભારંભ - ગુરુવાર, 9 સપ્ટેમ્બર, 2021 રાતે 12 વાગીને 17 મિનિટથી થશે.
ચતુર્થી તિથિનુ સમાપન - શુક્રવાર, 10 સપ્ટેમ્બર, 2021ના રોજ રાતે 10 વાગ્યા સુધી.

ગણેશ ચતુર્થીની પૂજાનો શુભારંભ
વૈદિક જ્યોતિષ અનુસાર ગણપતિ પૂજન માટે મધ્યાહન કાળ સૌથી ઉત્તમ હોય છે. આ સમયમાં પૂજા કરવાથી જાતકોને શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને ગણપતિના આશીર્વાદ મળે છે. ગણેશ ભગવાન પોતાના કષ્ટોના બધા દુઃખ હરી લે છે. ગણેશ ચતુર્થી પર પૂજાનુ શુભ મુહૂર્ત મધ્યાન કાળમાં 11.03થી 13.33 સુધી રહેશે. આ વર્ષે આ 2 કલાક 30 મિનિટનો સમય ગણેશજીની પૂજા માટે ખૂબ જ શુભ છે.

ગણેશ ચતુર્થીની પૂજા વિધિ
ગણેશ ચતુર્થીના દિવસે સવારે જલ્દી ઉઠી જાવ. સ્નાનાદિ વગેરેથી નિવૃત્ત થઈને ઘરના પૂજા મંદિરને સાફ કરી લો. ત્યારબાદ ગણેશજીને દૂર્વા ચઢાવો. તેમને મોદક અને લાડુનો પ્રસાદ ધરાવો. ત્યારબાદ ગણેશ આરતી કરો. ગણેશ ચતુર્થીના દિવસે સાચા મનથી વિઘ્નહર્તાનુ સ્મરણ કરવાથી જીવનના બધા કષ્ટોમાંથી મુક્તિ મળી જાય છે.

ગણેશ ચતુર્થીનુ મહત્વ
ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર તરીકે ગણપતિજીનો જન્મ થયો. એવી માન્યતા છે કે ભાદરવાના શુક્લ પક્ષની ચતુર્થીની દિવસે જ તેમને જન્મોત્સવ થાય છે. આ દિવસને વિનાયક ચતુર્થીના નામથી પણ ઓળખવામાં આવે છે. ભગવાન ગણેશને પ્રથમ દેવ તરીકે પૂજવામાં આવે છે. વળી, ગણેશ ચતુર્થીના દિવસે તેમની સાચા મનથી પૂજા-અર્ચના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. સાથે જ ભક્તોની દરેક મનોકામના પણ પૂરી થાય છે.












Click it and Unblock the Notifications
