જ્યોતિષ: શું તમે તમારી રાશિ મુજબ ખાવ છો?

શું તમે તમારી રાશિ મુજબ જમાવાનું પસંદ કરશો. જો તમે આ રીતે રાશિ મુજબ જમશો તો તમે લાંબા સમય સુધી સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકશો આવું કહેવું છે એક સર્વેનું. હાલમાં જ સર્વેમાં રાશિ મુજબ લોકોને કેવી કેવી બિમારી થાય છે તે પર રિસર્ચ કરવામાં આવ્યો. અને તેના તારણોના આધારે રાશિ મુજબ લોકોને કેવા ખોરાક લેવાથી ફાયદા થાય છે તે વિષે જણાવામાં આવ્યું છે.

આ સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે વૃષભ રાશિના જાતકોનું ફૂલેલા પેટ અને તેની બિમારીઓ બહુ રહે છે. તેમના ગોળી જેવા પેટ અને પાચનતંત્રને મજબૂત કરવા માટે ઇંડા, પાલક અને કાજુ બદામ જેવા નટ્સ તેમના માટે ખાવા લાભકારી રહે છે. ત્યારે આ આર્ટીકલમાં રાશિ મુજબ તમારે કેવો આહાર લેવા જોઇએ તે વિષે જણાવાના છીએ. તો વાંચો આ રસપ્રદ આર્ટીકલ....

મીન

મીન

મીન રાશિના લોકોને શરદી ખાંસીનો કોઠા રહે છે. તેમને વિટામીન સી વાળા ફળો, ચીકન, બીટ રસનો જ્યૂસ પીવો જોઇએ જે તેમની ઇમ્યૂનીટી વધારે.

કુંભ

કુંભ

કુંભ રાશિના જાતકો હાઇ બ્લડ પ્રેશનની બિમારીની વધુ પીડાય છે. આવા લોકોએ અંજીર, પીચ, જમરૂખ, લીંબુ, ખજૂર, દાડમ જેવા ફળોનો અને ડ્રાયફ્રૂટનો તેમનો રોંજીદા જીવનમાં વધુ ઉપયોગ કરવો જોઇએ.

મકર

મકર

મકર રાશિના જાતકોમાં કેલ્શિયમની કમી ખાસ જોવા મળે છે. આ લોકોએ કોબીજ, વટાણા, બટાકા, પાલક, ઓટ્સ, દૂધ અને દૂધની બનાવટોને રોજ તેમના આહારમાં સમાવિષ્ટ કરવા જોઇએ.

ધનુર

ધનુર

ધનુર રાશિને વજન વધવાનો પ્રશ્ન રહે છે. તેમણે તેવો ખોરાક ખાવો જોઇએ જે તેમના શરીરમાં ઓછી ચરબી જમા થવા દે. ધનુર રાશિના જાતકો તેમની ખાવાની આદતો અને કસરત કરવામાં ખાસ ધ્યાન આપવું જોઇએ.

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક જાતિના લોકો ભાવનાત્મક સ્ટ્રેસ વધુ લે છે. અને તેમને ચેપી રોગની પણ બચીને રહેવું જોઇએ. દૂધ, દહીં, અખરોટ, બદામ, પાઇનેપલ જેવા ખોરાકને આ જાતિના જાતકોએ તેમના આહારમાં જોડવો જોઇએ.

તુલા

તુલા

પ્રોસેસ ફ્રૂડ અને દારૂથી તુલા રાશિના જાતકોએ તોબા કરી લેવી જોઇએ. કારણે આ બન્ને વસ્તુઓ તેમના સ્વાસ્થય માટે લાભકારક નથી. બીટરૂટ, મકાઇ, ગાજર, સફરજન, દ્રાક્ષ જેવા ખોરાક તેમના માટે સારા છે.

મિથુન

મિથુન

મિથુન રાશિને બહુ જ બધી ચિંતા માથે લઇને બેસે છે. તેમની આ ચિંતા અને વ્યથાને કંટ્રોલ કરવા માટે તેમને શતાવરીનો છોડ, દ્રાક્ષ, બદામ, છાશ અને પાણી વધુને વધુમાં માત્રામાં લેવા જોઇએ.

કન્યા

કન્યા

કન્યા રાશિના જાતકોને પાચનક્રિયાની બિમારીઓ વધુ રહેતી હોય છે. તેમણે ફાઇબર વાળા ખોરાક વધુ ખાવા જોઇએ. ઓટ્સ, ધઉં, જુવાર જેવા અનાજ અને કેળા જેવા ફળો તેમની મુશ્કેલી ધટાડી શકે છે.

સિંહ

સિંહ

સિંહ રાશિના જાતકોએ ખાસ કરીને લો ફેટ વાળો ખોરાક ખાવો જોઇએ. ન્યૂટ્રીશ્યસ ફૂડ, સીફૂડ, લીબું, નારિયળ અને બીટરૂટ આ રાશિના જાતકોના સ્વાસ્થય માટે શ્રેષ્ઠ ખોરાક બની શકે છે.

કર્ક

કર્ક

કર્ક રાશિના જાતકોને સ્ટ્રેસમાં વધુ પડતું ખાવાની આદત હોય છે. વળી તે હાઇ કેલરી વાળું ખાવાનું વધુ પસંદ કરે છે. જો કે તેમની માટે દ્રાક્ષ, લીલા શાકભાજી, માછલી જેવો ખોરાક શ્રેષ્ઠ રહે છે. જે તેમના પેટને પણ ભરે છે અને તેમનો મૂડ પણ સારો રાખે છે.

વૃષભ

વૃષભ

ફૂલેલા પેટ અને પેટની બિમારી વૃષભ રાશિમાં વધુ જોવા મળે છે. તેમને પાલક, લીલા સલાડ, કેનબેરી અને રાજમા વધુ ખાવા જોઇએ.

મેષ

મેષ

મેષ રાશિના જાતકોને માથાનો દુખાવો અને સાઇનસની સમસ્યા વધુ રહે છે. તેમને જરદાળુ, અંજીર, બ્રોકલી, રાજમા જેવા કઠોળ વધુ ખાવા જોઇએ. જે આ રોગોને દૂર કરવામાં સહાય કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X