Akshaya Tritiya 2023: 22 એપ્રિલે અખાત્રીજે કરો આ 5 વાસ્તુ શાસ્ત્રના ઉપાય, ઘરમાં નહિ થાય લક્ષ્મીની કમી
Akshaya Tritiya/Akha Trij 2023: હિંદુઓનો પવિત્ર તહેવાર અક્ષય તૃતીયા એટલે કે અખા ત્રીજ 22 એપ્રિલ, 2023ના રોજ મનાવવામાં આવશે. અખા ત્રીજ હિંદુઓ અને જૈનોનો એક પ્રાચીન તહેવાર છે.
હિંદુ પંચાંગ મુજબ, અક્ષય તૃતીયા વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજે ઉજવવામાં આવે છે. અક્ષય શબ્દનો અર્થ 'ક્યારેય ખતમ ન થનારુ' એવો થાય છે. એટલા માટે આ દિવસે કોઈપણ જપ, યજ્ઞ, પિતૃ-તર્પણ, દાન-પુણ્ય કરવાના ફળમાં ક્યારેય ઘટાડો થતો નથી.

ધરતેરસની જેમ અક્ષય તૃતીયા/અખા ત્રીજ પર પણ દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મ અનુસાર અક્ષય તૃતીયાનુ મહત્વ વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યુ છે. અક્ષય તૃતીયાના દિવસે વાસ્તુશાસ્ત્રના કેટલાક ઉપાય અજમાવવાથી ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે.
અક્ષય તૃતીયાના દિવસે આ 5 વાસ્તુ ટિપ્સ ફોલો કરો
- અક્ષય તૃતીયાના દિવસે ઘરની સફાઈ યોગ્ય રીતે કરવી જોઈએ. ઘરમાં ક્યાંય પણ જાળા અને એઠા વાસણો ન હોવા જોઈએ. ઘરનુ પ્રવેશદ્વાર હંમેશા સ્વચ્છ હોવુ જોઈએ.
- અક્ષય તૃતીયાના દિવસે, તમારા ઘરના તમામ નળને સંપૂર્ણ રીતે તપાસો. જો ક્યાંય પણ લીકેજ હોય, તો તેને તાત્કાલિક ઠીક કરો. વાસ્તુશાસ્ત્ર અનુસાર નળમાંથી પાણી ટપકવુ અશુભ માનવામાં આવે છે.
- ઘર હોય, દુકાન હોય કે ઓફિસ દરેક જગ્યાએ ઉત્તર કે પૂર્વ દિશામાં પૈસા રાખવાનો પ્રયાસ કરો. ઘરની તિજોરી અથવા કોઈપણ મૂલ્યવાન બૉક્સને પણ હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવુ જોઈએ. વાસ્તુ અનુસાર આ દિશામાં પૈસા રાખવાથી આર્થિક સમસ્યા થતી નથી.
- અક્ષય તૃતીયાના દિવસે ઘરની ઉત્તર દિશામાં અરીસો લગાવવો શુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર અરીસાને દિશામાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે, જેનાથી ઉંમર અને ધનમાં પણ વધારો થાય છે.
- અક્ષય તૃતીયા પર સાંજે ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. દીવો પ્રગટાવતી વખતે ધ્યાન રાખો કે દીવો દક્ષિણ તરફ હોવો જોઈએ. આવુ કરવાથી ઘરમાં દેવી લક્ષ્મી આવે છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
