હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોના હિતમાં એક ક્રાંતિકારી નિર્ણય લીધો છે. હવે જમીન માપણીની ભૂલો સુધારવા માટે ખેડૂતોએ કચેરીઓમાં ધક્કા ખાવાની જરૂર નહીં રહે.
રાજ્ય સરકાર દ્વારા હવે સમગ્ર ગુજરાતમાં 'ભૂમિ સીમાંકન' નામની એક સમાન પદ્ધતિ અમલી બનશે. આ નવી સિસ્ટમથી જમીન માપણીની ક્ષતિઓનો ઉકેલ ઝડપથી અને પારદર્શક રીતે આવશે.

પ્રમોલગેશન પ્રક્રિયા પૂર્ણ થયા પછી પણ જે ગામોમાં ભૂલો રહી ગઈ છે, ત્યાં આ નિર્ણય આશીર્વાદરૂપ બનશે. આનાથી ખેડૂતોની વાંધા અરજીઓનો નિકાલ હવે ખૂબ જ સત્વરે કરવામાં આવશે.
દરેક જિલ્લામાં કલેક્ટરના નેતૃત્વ હેઠળ 'ભૂમિ સીમાંકન સમિતિ'ની રચના કરવાનો આદેશ અપાયો છે. આ સમિતિ જિલ્લા સ્તરે જ જમીનની માપણી અને ક્ષતિઓ સુધારવાની કામગીરી સંભાળશે.
આ ઉચ્ચસ્તરીય સમિતિમાં કલેક્ટર સહિત SLR, પ્રાંત અધિકારી, DILR અને મામલતદારનો સમાવેશ થશે. આ ઉપરાંત TDO અને જમીન સંપાદન અધિકારીઓ પણ આ ટીમમાં મહત્વની ભૂમિકા ભજવશે.
અરજીઓના સચોટ નિકાલ માટે મહેસૂલ વિભાગે ભૂલોને કુલ 7 અલગ અલગ કેટેગરીમાં વહેંચી છે. જેમાં સામાન્ય ક્ષતિઓથી લઈને જટિલ કેસોનો સમાવેશ કરીને પ્રક્રિયાને વધુ સરળ બનાવી છે.
સરકારી જમીન ઘટી હોય અને વાંધા અરજીઓ પેન્ડિંગ હોય તેવા કેસોને '3A કેટેગરી'માં મુકાયા છે. આ વર્ગીકરણને કારણે જટિલ પ્રશ્નોને ઉકેલવામાં વહીવટી તંત્રને ઘણી મોટી સરળતા રહેશે.
મુખ્યમંત્રીએ હવે તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારોને જમીન મામલે વધુ સત્તાઓ સોંપી દીધી છે. જેનાથી જમીન મહેસૂલ કાયદા હેઠળ સ્થાનિક સ્તરે જ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે.
ખાસ કરીને 'મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમિતિ' દ્વારા સ્થળ પર જ જઈને વિવાદોનો નિકાલ થશે. આ નવી વ્યવસ્થાથી ખેડૂતોના સમય અને શક્તિ બંનેની મોટા પાયે બચત થશે.
સરકારનો આ અભિગમ ગ્રામીણ જનજીવનને વધુ સરળ બનાવવાની દિશામાં એક મોટું કદમ છે. વહીવટી પ્રક્રિયા હવે લોકોના ઘરઆંગણે પહોંચતા ખેડૂતોમાં ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
