લોન લેનારા ખેડૂતોને બજેટમાં મળી શકે છે મોટી ખુશખબરી, જાણો શું છે સરકારની તૈયારી?

ભારતમાં ખેડૂતોને ખેતી માટે બેંકોના માધ્યમથી ઓછા વ્યાજની લોન આપવામાં આવે છે. અહેવાલો અનુસાર, બજેટમાં સરકાર આવા લોન લેના ખેડૂતો માટે મોટી જાહેરાત કરવા જઈ રહી છે.

1 ફેબ્રુઆરીએ બજેટમાંભારત સરકાર ધિરાણનો લક્ષ્યાંક 22 થી 25 લાખ કરોડ રૂપિયા કરવાની જાહેરાત કરી શકે છે. આવુ સરકાર દરેક ખેડૂતોને લોન મળે એટલા માટે કરશે.

જણાવી દઈએ કે, ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારનો કૃષિ લોનનો લક્ષ્યાંક 20 લાખ કરોડ રૂપિયા છે અને કેન્દ્ર સરકાર દ્વારા 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની કૃષિ લોન પર 2 ટકા વ્યાજની છૂટ આપે છે. ખેડૂતોને વાર્ષિક 7 ટકાના રાહત દરે ત્રણ 3 લાખ સુધીની લોન મળે છે.

Farmers

હાલની સરકારની યોજના અનુસાર, જે ખેડૂતો લોન સમયસર ચુકવે તેને દર વર્ષે 3 ટકાની વધારાની વ્યાજમાં રાહત મળે છે. આ ઉપરાંત ખેડૂતો લાંબા ગાળા માટે પણ લોન લઈ શકે છે, પરંતુ તેમાં વ્યાજ બજાર દર મુજબ ચૂકવવાનું રહે છે.

સરકાર કૃષિ લોન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને સરકાર બાકી રહેલા ખેડૂતોને ઓળખ અને તેમને લોન નેટવર્કમાં લાવવા માટે ઝુંબેશ ચલાવી રહી છે. મીડિયા અહેવાલ અનુસાર, કૃષિ મંત્રાલયે ક્રેડિટ પર લોન માટે એક અલગ વિભાગ બનાવ્યો છે.

આંકડા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં ડિસેમ્બર 2023 સુધીમાં 20 લાખ કરોડ રૂપિયાના કૃષિ લોન લક્ષ્યાંકના અંદાજે 82 ટકા લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવ્યો છે. માહિતી મૂજબ આ સમયગાળા દરમિયાન ખાનગી અને જાહેર બેંક દ્વારા અંદાજે 16.37 લાખ કરોડ રૂપિયાની લોન ખેડૂતોને આપવામાં આવી.

ચાલુ નાણાકીય વર્ષમાં કૃષિ લોનનો લક્ષ્યાંક વધવાની શક્યતા છે. નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન કુલ 21.55 લાખ કરોડ રૂપિયાની કૃષિ લોન આપવામાં આવી. આ સમયગાળા માટે નિર્ધારિત 18.50 લાખ કરોડ રૂપિયાના ટાર્ગેટ કરતાં તે વધારે હતી. માહિતી મૂજબ કિસાન ક્રેડિટ કાર્ડના દ્વારા 7.34 કરોડ ખેડૂતોને લોન આપવામાં આવી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X