ખેડૂત સમાચાર : ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્નારા સસ્તા વ્યાજે મળે છે લાખોની લોન, જાણો પ્રકિયા
ભારતમાં ખેડૂતો માટે ઘણી સરકારી યોજનાઓ સરકાર ચલાવી રહી છે. આ યોજનાઓમાં સૌથી મહત્વની યોજના કિસાન ક્રેડિટ કાર્ડ છે. આ યોજનાથી સરકાર ખેડૂતોને સસ્તા વ્યાજે લોન ઉપલબ્ધ કરાવે છે.
કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોનેે ઓછા વ્યાજ દરે લોન મળે છે. આ કાર્ડ મેળવવા માટેની તમામ માહિતી અમે તમને અહીં આપવા જઈ રહ્યા છીએ.

કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા 3 લાખ રૂપિયા સુધીની લોન સસ્તા વ્યાજ દરે સરળતાથી ઉપલબ્ધ કરાવે છે. આ લોન પર વ્યાજ દર 7 ટકાથી શરૂ થાય છે.
જે ખેડૂતો સમયસર લોન ચૂકવે છે તેમને વ્યાજ દરમાં 3 ટકા સુધીની છૂટ આપવામાં આવે છે. આ રીતે કિસાન ક્રેડિટ કાર્ડથી લીધેલી લોન પર માત્ર 4 ટકા વ્યાજ ચૂકવવું પડે છે.
કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ મેળવવા ખેડૂતની ઉંમર 18 વર્ષથી 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ખેડૂત પાસે ઓછામાં ઓછી 2 એકર ખેતીની જમીન હોવી જોઈએ. આ ઉપરાંત ખેડૂત ભાઈઓ માટે બેંક ખાતું હોવું પણ જરૂરી છે.
કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા ખેડૂતે સંબંધિત બેંકની શાખાની મુલાકાત લેવી. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતો કૃષિ કાર્યો માટે જરૂરી ભંડોળ મેળવી શકે છે. ખેડૂતો આ લોનનો ઉપયોગ ખાતર, બિયારણ, કૃષિ મશીનો, પશુપાલન, માછલી ઉછેર વગેરે માટે કરી શકે છે.
આટલા ડોક્યુમેન્ટ સાથે સંબંધિત બેંકની મુલાકાત લો
આધાર કાર્ડ
પાન કાર્ડ
મતદાર આઈડી
રેશન કાર્ડ
ખેતીની જમીન સંબંધિત દસ્તાવેજો
બેંક ખાતાની માહિતી












Click it and Unblock the Notifications
