ભૂગર્ભ જળ ઊંચા લાવવા સરકારનો મહત્વનો નિર્ણય, ખાનગી ટ્યુબવેલ રિચાર્જ કરાશે
Gujarat Government, Agriculture News: તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં અને ખેતરનું પાણી ખેતરમાં જ રહે, તે માટે ખેત તલાવડી, બોરી બંધ અને ચેક ડેમ દ્વારા ગુજરાતમાં વિશેષ જળ સંચય અભિયાન હાથ ધર્યું હતું. જેના પરિણામે ગુજરાતમાં ભૂગર્ભ જળની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં દર વર્ષે સુજલામ-સુફલામ જળ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવા ખાસ મિશન મોડ પર કાર્ય થઇ રહ્યું છે.
આ મિશનને વધુ વેગ આપવા તેમજ ભૂગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુથી રાજ્યમાં બંધ-બિન ઉપયોગી અંદાજે 10000 ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરવા રૂપિયા 150 કરોડની મહત્વ ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપવામાં આવી છે.
રાજ્યમાં ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવવાથી વીજ વપરાશ ઘટવાની સાથે ખેડૂતોની આવકમાં પણ વધારો થશે તેમ, જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું.
જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ યોજનાની વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં ભૂગર્ભ જળના ઊંડા તળને વરસાદના પાણીથી ઊંચા લાવવા બંધ પડેલા બોરને રિચાર્જ કરવાનો ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
આ યોજના મુજબ રાજ્ય સરકાર આશરે 10000 જેટલા બંધ ખાનગી ટ્યુબવેલ/બોર રિચાર્જ કરવાનું લક્ષ્યાંક ધરાવે છે. આ બંધ ટ્યુબવેલ/ બોર રિચાર્જ માટે 90:10ના ધોરણે એટલે કે 90 ટકા ફાળો-ખર્ચ રાજ્ય સરકાર આપશે, જ્યારે 10 ટકા ફાળો લોક ભાગીદારીથી આપવાનો રહેશે.

જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશ પટેલે કહ્યું હતું કે, ગુજરાતની વૈવિધ્યસભર ભૌગોલિક અને ભૂસ્તરીય પરિસ્થિતિઓના કારણે રાજ્યમાં ભૂગર્ભજળ અંગે વિવિધતાઓ જોવા મળે છે.
રાજ્યમાં આવેલી કુલ 185 નદીઓ પૈકી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવેલી નદીઓ મોટાભાગે ચોમાસા દરમિયાન જ વહેતી જોવા મળે છે. જેથી આ વિસ્તારમાં ભૂગર્ભ જળ પર આધારિત સિંચાઇ થાય છે.
રાજ્યમાં ઉપલબ્ધ કુલ જળ પૈકી આશરે 39 ટકા ભૂગર્ભ જળ છે, જેનાથી 57 ટકા જેટલા વિસ્તારમાં સિચાઈ થાય છે. કુલ ભૂગર્ભ જળ પૈકી 80 ટકા ઉપયોગ સિંચાઇ માટે કરવામાં આવે છે.
તેમણે ઉમેર્યું હતું કે, સિંચાઈ સહિત વિવિધ ઉપયોગ માટે ભૂગર્ભ જળનું ખેંચાણ રિચાર્જ કરતા વધુ હોવાને કારણે ભૂગર્ભ જળના સ્તર-લેવલ નીચા જઈ રહ્યા છે. એટલું જ નહીં પણ ભૂગર્ભ જળનો આવરો પણ ઘટી રહ્યો છે.
આ કારણે ટ્યુબવેલની ક્ષમતા ઘટે છે, અને ટ્યુબવેલમાંથી પાણી ખેંચવા માટે વીજ વપરાશ-ખેડૂતોનો નાણાકીય ખર્ચ પણ વધે છે.
મુકેશ પટેલે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે વરસાદનું પાણી ઉપરના જલભરમાં સંગ્રહ કરી શકાય છે. જમીનમાં અમુક ઊંડાઈ પછી ચીકણી માટીનું પડ આવે છે જેથી વરસાદનું પાણી સહેલાઈથી તેની નીચે ઉતરી શકતું નથી.
જો આ ઉંડેના જલભરમાં વરસાદી પાણી/ ભૂતળ જળને ઉતારવું હોય-સંગ્રહ કરવો હોય તો ઠેર ઠેર રિચાર્જ ટ્યુબવેલ બનાવવા પડે, પરંતુ હાલમાં નવા ટ્યુબવેલ બનાવવા ખૂબ જ ખર્ચાળ બની જાય છે.
જેના બદલે સિંચાઇના હેતુ માટે ખેડૂતો મારફતે વ્યાપક પ્રમાણમાં બનાવવામાં આવેલા બોર કે જે સમય જતા પાણી સુકાઈ જવાના કારણે બોર બંધ અને બીન ઉપયોગી થયા છે.
આવા બંધ પડેલા હાલના તબક્કે બિનઉપયોગી બોરને વરસાદના પાણીથી રિચાર્જ કરવામાં આવે તો સુકાયેલા ભૂગર્ભ જળના તળ પુન:જીવિત થઇ શકે તેમજ સતત ઉંડા જતા ભૂજળમાં સુધારો કરીને વીજ વપરાશમાં ઘટાડો કરી શકાય તેમ, તેમણે જણાવ્યું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
