ટ્રેલીઝ મંડપ યોજના : ગુજરાત સરકાર ખેડૂતોને ચૂકવાય છે સહાય

Agriculture News: શાકભાજી પાકોમાં વાવેતર માટેની સહાય સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, રાજ્યમાં શાકભાજી પાકોનું વાવેતર મોટા ભાગે ખેડૂતો દ્વારા પરંપરાગત રીતે જમીન પર વેલા ફેલાવા દઇ કરવામાં આવતું હતું.

આ પરંપરાગત રીતે કરવામાં આવતી ખેતીમાં સારી ગુણવત્તાવાળા શાકભાજીના ફળ મળતા ન હતા. તેમજ વધુ પડતી ગરમી, ઠંડી અને વરસાદના સમયમાં શાકભાજીના ફળ પોચા પડી જતા અથવા તો બગડી જતા હતા. જેથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2012-13થી શાકભાજી પાકોમાં ટ્રેલીઝ મંડપ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે.

Agriculture News

મહેસાણા જિલ્લા 1માં તારીખ 31 ડિસેમ્બર, 2023ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં શાકભાજી પાકોના વાવેતરમાં ટ્રેલીઝ મંડપ યોજના હેઠળ 793 લાભાર્થીઓને રૂપિયા 1.76 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે.

શાકભાજી પાકોના વાવેતર માટે ટ્રેલીઝ મંડપ માટેની સહાયના ધોરણ અંગે ગૃહમાં પૂછાયેલા પૂરક પ્રશ્નની વિસ્તૃત માહિતી આપતા મંત્રીએ કહ્યું કે, ટ્રેલીઝ મંડપ કાચા મંડપ, અર્ધ પાકા મંડપ અને પાકા મંડપ એમ ત્રણ પ્રકારે બનાવવામાં આવે છે.

ટ્રેલીઝ મંડપ યોજના હેઠળ સામાન્યડ ખેડૂતને 50 ટકા મુજબ કાચા મંડપમાં મહત્તમ રૂપિયા 26 હજાર પ્રતિ હેકટર, અર્ધ પાકા મંડપમાં રૂપિયા 40 હજાર પ્રતિ હેક્ટર અને પાકા મંડપમાં રૂપિયા 80 હજાર પ્રતિ હેક્ટર સહાય ચુકવવામાં આવે છે.

આ યોજના અંતર્ગત મહેસાણા જિલ્લામાં અનુસૂચિત જાતિ અને મહિલા ખેડૂતોને ચૂકવાયેલી સહાય અંગે પૂછાયેલા પૂરક પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રીએ કહ્યું કે, મહેસાણા જિલ્લામાં આ યોજના અંતર્ગત 28 અનુસુચિત જાતિના ખેડૂતોને રૂપિયા 9.30 લાખ સહાય ચૂકવવામાં આવી છે. તેવી જ રીતે 60 મહિલા ખેડૂતોને રૂપિયા 12.87 લાખની સહાય ચુકવવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X