Agriculture News : ભાણવડના પાછતરડીમાં કંપનીએ જમીન પર કબ્જો કરતા ખેડૂત ઉપવાસ પર, પાલ આંબલિયાએ મુલાકાત લીધી
Agriculture News : ગુજરાતમાં ખેડૂતો માથે માઠી બેઠી હોય તેવી સ્થિતી છે. વિકાસની વાતો વચ્ચે એક તરફ વીજ કંપનીઓ દાદાગીરી કરીને ખેડૂતોની જમીનમાં કબ્જા કરી રહી છે તો બીજી તરફ છેવાડાના ખેડૂતોને સાંભળનારૂ કોઈ નથી.
દેશમાં ગુજરાત મોડલની વાતો કરનારા નરેન્દ્ર મોદી અને અમિત શાહ માટે ગુજરાતના ખેડૂતોનું કોઈ મહત્વ નથી. આ અમે નથી કહી રહ્યા, આ કહી રહ્યાં છે જામનગરના ભાણવડ તાલુકાના ખેડૂતો.

અહીંના ખેડૂતોને વિનોબા ભાવેના 1971 ના ભુદાનમાં ખેતી કરવા માટે જમીન મળી હતી. આ જમીન પર વર્ષો ખેતી કર્યા બાદ હવે એક કંપનીએ ખેડૂતો પાસેથી જમીન ઝૂંટવી લીધી છે.
ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની જ જમીન ઝૂંટવીને તેમના પર જ લેન્ડગ્રેબિંગના કેસ કરવામાં આવી રહ્યાં છે. આ કંપનીની દાદાગી સામે ખેડૂતોએ આખરે ઉપવાસ આંદોલન પર ઉતરવુ પડ્યુ છે.
ખેડૂતો જણાવે છે કે તેમની પાસે જમીના 7/12 ઉતારા સહિતના તમામ દસ્તાવેજો છે અને અત્યારસુધી તે ખેતી કરતા આવ્યા છે. જો કે હવે કંપની લીજ મેપમાં ગેરકાયદેસર ખેડૂતોના ખેતર પર ઓવરલેપિંગ કરીને કેસ કરી રહી છે. આ ઓવરલેપિંગના આધારે DCC કંપની ખેડૂતો પર લેન્ડ ગ્રેબિંગ કેસ કરીને હેરાન કરી રહી છે.
ખેડૂતો આ કંપનીની દાદાગીરીનો ઉલ્લેખ કરતા જણાવે છે કે તેમના ખેતરની જમીનમાં ખનીજ છે. આ ખનીજ પર DCC કંપનીની નજર બગડી છે અને ખેડૂતોને ત્યાંથી ખદેડવા પરેશાન કરવાનું ચાલુ કર્યુ છે.
ગુજરાતના વિકાસ મોડલની હવા કાઢતી વાત તો એ છે કે રાજ્યમાં ખેડૂતોની વેદના સાંભળવી તો દુર પણ તંત્ર કંપની સાથે મળીને ખુદ ખેડૂતો પર અત્યાચાર કરી રહ્યું છે. પોલીસ જ ખેડૂતોને હટાવવા માટે કંપનીના માણસોને સાથ આપી રહી છે.
ગુજરાતમાં કંપનીની દાદાગીરીનો આ પહેલો કિસ્સો નથી ત્યારે આ કંપની ખેડૂતો જ નહીં પણ સરકારી પ્રાથમિક શાળાને પણ પોતાના કબજામાં દર્શાવીને તેના પર પણ કબ્જો કરવાની મેલી મુરાદ રાખે છે.
હવે ખેડૂતોને તંત્ર તરફથી કોઈ આશા નથી ત્યારે તેમણે મહાત્મા ગાંધીના રસ્તે ચાલતા ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યુ છે. અહીં લોકો છેલ્લા 9 દિવસથી સતત ઉપવાસ આંદોલન કરી રહ્યા છે.
ખેડૂતોની વાત કોઈ સાંભળવા તૈયાર નથી ત્યારે ગુજરાતના જાણીતા ખેડૂત આગેવાન અને કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ આ ખેડૂતોની મુલાકાતે પહોંચ્યા હતા. પાલ આંબલિયાએ ઉપવાસ પર રહેલા ખેડૂતો સાથે મુલાકાત કરીને તેમનું સમર્થન આપ્યુ.
જણાવી દઈએ કે, ગુજરાતમાં ખેડૂતો પર અત્યાચારની ઘટનાઓ હવે રોજની ઘટનાઓ છે. ગુજરાતના અગ્રણી મીડિયા તેની નોંધ પણ લેતા નથી ત્યારે આ ખેડૂતો માટે મદદ માટે જવુ તો ક્યાં જવુ જેવી સ્થિતી સર્જાઈ છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ










Click it and Unblock the Notifications
