નસવાડીના કડૂલી-મહુડી ગામના આદિવાસી ખેડૂતે ધરતી ફાડીને પાણી કાઢ્યુ, કંઈક આવી છે પુરી ઘટના
ખુશાલભાઈની જીંદગી માંઝી: ધ માઉન્ટેન મેન ફિલ્મ જેવી જ છે. પાણી માટે તડપ્યા બાદ છેલ્લા 2 મહિનાથી ખુશાલભાઈ આ કામમાં વ્યસ્ત છે અને તેમની સાથે તેમનો પરિવાર પણ તેમને સાથે આપે છે.
નસવાડી : આ દિવસોમાં ગુજરાતના છોટાઉદેપુરના એક ખેડૂતની જોરદાર ચર્ચા થઈ રહી છે. મુખ્ય આદિવાસીની વસ્તી ધરાવતો અને પહાડી વિસ્તાર હોવાથી ઉનાળામાં પાણી માટે તરસતા આ વિસ્તારના ખેક આદિવાસી ખેડૂતે પોતાની મહેનતની અનોખી કહાની લખી છે. હવે નાના એવા કડૂલી-મહૂડી ગામના ખુશાલભાઈ નાનજીભાઈની હિંમત અને જુસ્સાની પ્રસંશા થઈ રહી છે.

ગામમાં સિંચાઈ માટે પણ પાણી નહોતું અને લોકો ટીપા પાણી માટે પણ તરસતા હતા. આ પરિસ્થિતી વચ્ચે આ ગામના ખુશાલભાઈએ પથ્થરો તોડીને પાણી કાઢવાનો ભગીરથ પ્રયાસ શરૂ કર્યો. ખુશાલભાઈ અહીં તેમના નાનકડા પરિવાર સાથે જીવન વિતાવી રહ્યા છે. પથરાળ વિસ્તાર હોવાને કારણે ગામમાં પાણીની ખૂબ જ અછત છે. હવે ખુશાલભાઈએ કુવો ખોદીને મીઠુ પાણી કાઢ્યુ છે.
ખુશાલભાઈની જીંદગી માંઝી: ધ માઉન્ટેન મેન ફિલ્મ જેવી જ છે. પાણી માટે તડપ્યા બાદ છેલ્લા 2 મહિનાથી ખુશાલભાઈ આ કામમાં વ્યસ્ત છે અને તેમની સાથે તેમનો પરિવાર પણ તેમને સાથે આપે છે. આ પહેલા પણ કુશલભાઈએ તેમની માતા સાથે બે અલગ-અલગ જગ્યાએ કૂવા ખોદવાનું કામ કર્યું હતું પરંતુ પાણી મળ્યું નહીં. જો કે તેમને હિંમત હારી નહીં અને કામ ચાલુ રાખ્યુ.
2 મહિનામાં ખુશાલભાઈએ 30 ફૂટ પહોળો અને 40 ફૂટ પહોળો કૂવો ખોદીને સૌને ચોંકાવી દીધા છે. ખુશાલ ભાઈ કહે છે કે તેઓ ચોમાસા સુધી પથ્થરમાંથી પાણી કાઢવાનું આ કામ ચાલુ રાખશે. અદમ્ય હિંમતની વ્યાખ્યા બની ગયેલો આ આદિવાસી ખેડૂત શૂન્યમાંથી સર્જનની ગાથા રચી રહ્યો છે.












Click it and Unblock the Notifications
