Pro Kabaddi league: અભિષેકની ટીમ પિંક પેંથર્સ બની વિજેતા
મુંબઇ, 1 સપ્ટેમ્બરઃ પ્રો કબડ્ડી લીગની ફાઇનલમાં યૂ મંબાને કારમો પરાજય આપીને અભિષેક બચ્ચનની ટીમ જયપુર પિંક પેન્થર્સે શાનદાર જીત હાસલ કરી. આ સાથે જ જયપુર પિંક પેન્થર્સે પ્રો કબડ્ડી લીગ ચેમ્પિયનશિપ પોતાના નામે કરી લીધી છે.
ભારતમાં પહેલી પ્રો કબડ્ડી લીગની ફાઇનલ ગત રવિવારે નેશનલ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઇન્ડિયા મુંબઇમાં રમાઇ. મધ્યાંતર સુધી જયપુરની ટીમે 17-13ની સરસાઇ મેળવી લીધી હતી અને ત્યાર પછી પણ તેને જાળવી રાખી આખરે 35-24ના સ્કોર સાથે ફાઇનલ મેચ જીતી લીધી હતી. જયપુર ટીમ લીગ દૌરમાં અંકતાલિકામાં ટોચ પર રહી હતી અને સેમીફાઇનલમાં તેણે પટના પાઇરેટ્સને પરાજીત કરી હતી.
પ્રો કબડ્ડી લીગની આ ફાઇનલ મેચને જોવા માટે અનેક સેલિબ્રિટીઝ હાજર રહી હતી. તો ચાલો તસવીરો થકી જોઇએ પ્રો કબડ્ડી લીગના નજારાને.
આ પણ વાંચોઃ- આ દક્ષિણ આફ્રિકને કરી સચિનની બરોબરી
આ પણ વાંચોઃ- 2014માં ટેસ્ટ ક્રિકેટમાં આ ખેલાડીઓએ કર્યો રનોનો વરસાદ

જયપુર પિંક પેંથર્સ બની વિજેતા
પ્રો કબડ્ડી લીગની ફાઇનલ મેચમાં અભિષેખ બચ્ચનની ટીમ જયપુર પિંક પેંથર્સે મુંબઇની યૂ મુંબાને હરાવ્યું હતું.

35-24થી જીત્યા
જયપુર પિંક પેંથર્સે ફાઇનલમાં 35-24થી જીત હાંસલ કરી. સેમીફાઇનલમાં તેણે પટના પાઇરેટ્સને પરાજય આપ્યો હતો.

લોકોએ આપી શુભેચ્છા
અભિષેક બચ્ચને કહ્યું હતું કે જો તેમની ટીમ ચેમ્પિયન બને છે તો તે જયપુરવાસીઓ સાથે આ જીતની ઉજવણી કરશે. જીત સાથે જ અભિષેકને શુભેચ્છા આપનારાઓની લાઇન લાગી ગઇ.

બેંગલુરુ બુલ્સ અને જયપુર પિંક પેંથર્સ
પ્રો કબડ્ડી લીગની બેંગ્લોરમાં એક મેચ દરમિયાન બેંગલુરુ બુલ્સ અને જયપુર પિંક પેંથર્સના ખેલાડી એક્શનમાં.

પ્રો કબડ્ડી લીગ
પ્રો કબડ્ડી લીગમાં ત્રીજા-ચોથા સ્થાનની મેચમાં પટના પાઇરેટ્સે બેંગલુરુ બુલ્સને 29-22થી હરાવીને ત્રીજુ સ્થાન હાંસલ કર્યું.

કબડ્ડી ટીમના માલિક
બૉલિવુડ અભિનેતા અભિષેક બચ્ચને જયપુર પિંક પેંથર્સ ટીમને ખરીદી હતી. અન્ય ટીમના માલિકો સાથે અભિષેક બચ્ચન.

જયપુર પિંક પેંથર્સના માલિક
બૉલિવુડ અભિનેતા અભિષેક બચ્ચને જયપુર પિંક પેંથર્સ ટીમને ખરીદી હતી. બેંગ્લોરમાં મીડિયા સાથે વાત કરી રહેલા અભિષેક બચ્ચન.
|
અભિષેક અને એશ્વર્યા રાય બચ્ચન
પ્રો કબડ્ડી લીગની વિજેતા ટીમ જયપુર પિંક પેંથર્સના માલિક અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચન ટ્રોફી સાથે
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
