લોર્ડ્સમાં બચી લાજઃ 28 વર્ષ બાદ ભારતનો વિજય
લંડન, 21 જુલાઇઃ ક્રિકેટનું મક્કા ગણાતા લોર્ડ્સ ખાતે ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમની લાજ બચી ગઇ છે. લોર્ડ્સ ખાતે રમાઇ રહેલી ટેસ્ટ મેચમાં ભારતે પહેલી ઇનિંગમાં 295 અને બીજી ઇનિંગમાં 342 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઇંગ્લેન્ડ પહેલી ઇનિંગમાં 319 અને બીજી ઇનિંગમાં 223રન બનાવી શક્યું હતું અને ભારતનો 96રનથી વિજય થયો હતો. ભારત તરફથી ઇશાંત શર્મા અને ભુવનેશ્વર કુમારે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પહેલી ઇનિંગમાં ભુવનેશ્વર કુમારે છ વિકેટ લીધી હતી, જ્યારે બીજી ઇનિંગમાં તેણે 52 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. જ્યારે બીજી ઇનિંગમાં ઇશાંત શર્માએ સાત વિકેટ લીધી હતી. આ મેચમાં વિજય સાથે ભારત 5 ટેસ્ટ મેચોની શ્રેણીમાં 1-0થી આગળ છે.
આ પણ વાંચોઃ- લોર્ડ્સ ટેસ્ટ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ સિદ્ધિ
આ પણ વાંચોઃ- નંબર 9 પર ચમકી રહ્યું છે ભારતનું ભાવી ક્રિકેટ
આ પણ વાંચોઃ- સૌરાષ્ટ્રવાસી રવિન્દ્ર જાડેજાની લોર્ડ્સમાં 'તલવાર બાજી'
આ પણ વાંચોઃ- લોર્ડ્સ ટેસ્ટઃ મેચમાં ભુવી અને હોટલમાં ભૂતોથી પરેશાન અંગ્રેજ
આ પણ વાંચોઃ- પહેલી ઇનિંગમાં ભારતના 295, રહાણેએ કરી ગાંગુલીની બરાબરી
આ પણ વાંચોઃ- લોર્ડ્સ ટેસ્ટઃ ભુવનેશ્વર બન્યો ભારત માટે રક્ષક, જાણો રસપ્રદ આંકડાઓ
આ પણ વાંચોઃ- અનુષ્કા માટે બેબાકળો બન્યો વિરાટ, મેનેજમેન્ટને કરી આવી અપીલ
ભારત તરફથી મળેલા 319 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઇંગ્લેન્ડની ટીમ 223રન બનાવી શકી હતી. ભારતીય બોલર્સ ખાસ કરીને ઇશાંત શર્મા જાણે કે ઇંગ્લેન્ડ પર હાવી થઇ ગયો હોય તેમ સમયાંતરે વિકેટ લઇ રહ્યો હતો. બીજી ઇનિંગમાં ભારતને પહેલી સફળતા રવિન્દ્ર જાડેજાએ રોબસનના રૂપમાં અપાવી હતી, જ્યારે બીજી વિકેટ બેલેન્સના રૂપમાં સમીએ અપાવી હતી, ત્યારબાદ ઇશાંત શર્મા જાણે કે ઇંગ્લેન્ડના ખેલાડીઓનો શિકાર કરવાના ઉદ્દેશ્યથી આવ્યો હોય તેમ એક પછી એક વિકેટ લેતો ગયો હતો. તો ચાલો આ મેચ અંગે તસવીરો થકી વધું જાણીએ.

વિદેશી ધરતી પર ત્રણ વર્ષ બાદ વિજય
લોર્ડ્સ ખાતે વિજય સાથે જ ભારતની છેલ્લા ત્રણ વર્ષથી વિદેશી ધરતી પર જીતવાની તરસ છીપાઇ ગઇ છે. 15 ટેસ્ટ મેચો ભારતે આજે લોર્ડ઼્સ ખાતે વિદેશી ધરતી પર વિજય નોંધાવ્યો છે.

ઇંગ્લેન્ડની બીજી ઇનિંગ
ઇંગ્લેન્ડની બીજી ઇનિંગની વાત કરવામાં આવે તો રોબસન 7, કૂક 22, બેલેન્સ 27, બેલ 1, રૂટ 66, મોઇન અલી 39, પ્રાયર 12, સ્ટ્રોક 0, બ્રોડ 8, પ્લંકેટ 7 અને એન્ડરસને 2 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઇશાંત શર્માએ સાત વિકેટ લીધી હતી, જ્યારે અન્ય બોલરમાં રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સમીએ એક-એક વિકેટ લીધી હતી.

ભારતની બીજી ઇનિંગ
બીજી ઇનિંગની વાત કરવામાં આવે તો ભારતે બીજી ઇનિંગમાં 342 રન બનાવ્યા હતા. જેમાં ભારત તરફથી મુરલી વિજય 95, શિખર ધવન 31, ચેતેશ્વર પૂજારા 45, વિરાટ કોહલી 0, અજિંક્ય રહાણે 5, મહેન્દ્ર સિંહ ધોની 19, બિન્ની 0, રવિન્દ્ર જાડેજા 68, ભુવનેશ્વર કુમાર 52, મોહમ્મ સમી 0 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી સ્ટ્રોક, પ્લંકેટે ત્રણ-ત્રણ વિકેટ, મોઇન અલી 2 જ્યારે એન્ડરસન અને બ્રોડે એક-એક વિકેટ લીધી હતી.

ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ
ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 319 રન બનાવ્યા છે. જેમાં એલિસ્ટર કૂક 10, રોબ્સન 17, બેલ 16, રૂટ 13, અલી 32, પ્લુંકેટ 55, પ્રાયર 23, સ્ટ્રોક 0, બ્રોડ 4 અને એન્ડરસને 19 રનની ઇનિંગ રમી છે.

ભારતની પ્રથમ ઇનિંગ
ભારતે પ્રથમ ઇનિંગમાં 295 રન બનાવ્યા હતા. પહેલી ઇનિંગમાં ભારત દ્વારા કરવામાં આવેલા 295 રનનો સ્કોર ભારત દ્વારા લોર્ડ્સમાં પહેલી ઇનિંગમાં ફટકારવામાં આવેલો સૌથી સર્વાધિક સ્કોર છે. ભારતની બેટિંગ પર નજર ફેરવીએ તો મુરલી વિજય 24, ધવન 7, પૂજારા 28, કોહલી 25, રહાણે 103, ધોની 1, જાડેજા 3, બિન્ની 9, ભુવનેશ્વર કુમાર 33, મોહમ્મદ સામી 19, ઇશાંત શર્મા 12 રન બનાવ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
