અનુષ્કા માટે બેબાકળો બન્યો વિરાટ, મેનેજમેન્ટને કરી આવી અપીલ
લંડન, 19 જુલાઇઃ ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા એક બીજાના પ્રેમમાં હોવાની વાત હવે જગજાહેર થઇ ગઇ છે. જેનો તાજો દાખલો અનુષ્કાને લઇને વિરાટ કોહલીએ પોતાનું બેબાકળાપણું દર્શાવ્યું એ છે. મળતી માહિતી અનુસાર વિરાટ કોહલીએ ભારતીટ ક્રિકેટ ટીમ મેનેજમેન્ટને કહ્યું છેકે, તેને અનુષ્કા શર્મા સાથે મુલાકાત કરતો અટકાવવામાં આવે નહીં.
વિરાટ કોહલી હાલ ઇંગ્લેન્ડના પ્રવાસે અને લોર્ડ્સ ખાતે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ રમી રહ્યો છે. ત્યારે એક એવા સમાચાર વહેતા થયા છેકે, વિરાટ કોહલીએ ટીમ મેનજમેન્ટને જણાવ્યું છેકે, એનુષ્કા તેની એક સારી મિત્ર છે અને ટીમ મેનેજમેન્ટ તેને અને અનુષ્કાને મળતા અટકાવે નહીં. અનુષ્કા સાથે મુલાકાત કરવાની મેનેજમેન્ટ દ્વારા તેને પ્રાથમિકતા આપવામાં આવે.
આ પણ વાંચોઃ- રણવીર જ નહીં, વિરાટ પણ છે લવર નંબર 7 : જુઓ અનુષ્કાના લવ અફૅર્સ
નોંધનીય છેકે આ પહેલા પણ એવા સમાચાર આવતા રહ્યાં હતા કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી એકબીજાના પ્રેમ છે, પરંતુ બન્નેએ ક્યારેય જાહેરમાં તેનો એકરાર કર્યો નહોતો, પરંતુ આ વખતે વિરાટ કોહલીએ ટી મેનેજમેન્ટને કરેલી અપીલે તેમના આ છૂપા સંબંધો પરથી પડદો હટાવી દીધો છે. વિરાટ કોહલીની જેમ અનુષ્કા શર્મા પણ હાલ ઇંગ્લેન્ડમાં છે. એવું કહેવાય છેકે બીસીસીઆઇ દ્વારા જ વિરાટ કોહલીને પરવાનગી આપવામાં આવી છેકે તે અનુષ્કા શર્માને પોતાની સાથે લઇ જઇ શકે છે. તો ચાલો તસવીરો થકી જોઇએ વિરાટ અનુષ્કાના રોમાન્સને.

વિરાટ-અનુષ્કા રોમાંસ
બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી વચ્ચેનો રોમાંસ છેલ્લા ઘણા માસથી બૉલીવુડમાં ચર્ચાનો મુખ્ય વિષય બની ગયો છે.

ફિલ્મો કરતા વધુ ફૅમસ
અનુષ્કા શર્મા આજકાલ પોતાની ફિલ્મો કરતા પોતાના રોમાંસ માટે વધુ ચર્ચામાં છે. તેમની છેલ્લી ફિલ્મ મટરૂ કી બિજલી કા મંડોલા ફ્લૉપ રહી હતી, પરંતુ તેઓ હાલ પોતાના વિરાટ સાથેના રોમાંસ માટે ખૂબ જ ચર્ચામાં છે.

મુલાકાતોનો દોર
વિરાટ અને અનુષ્કા અવાર-નવાર મળતા રહે છે. અનુષ્કા થોડાક દિવસ અગાઉ જોધપુરમાં એનએચ 10નું શૂટિંગ કરતા હતાં, ત્યારે વિરાટ ત્યાં પહોંચી ગયા હતાં.

ન્યુઝીલૅન્ડ લાંબા થયા અનુષ્કા
અગાઉ જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ ન્યુઝીલૅન્ડ પ્રવાસે હતી, ત્યારે અનુષ્કા શર્મા વિરાટને મળવા ન્યુઝીલૅન્ડ સુધી લાંબા થયા હતાં.

ખુલીને નથી કરતા પ્રેમનો સ્વીકાર
જો એક-બીજાના આટલા ગાઢ પ્રેમમાં છે, તો ખુલીને સામે કેમ નથી આવતાં? કેમ પોતાનો સંબંધનો ખુલ્લેઆમ સ્વીકાર નથી કરતાં?

અનુષ્કાના મહેમાન
નોંધનીય છેકે વિરાટ કોહલી મુંબઈમાં અનુષ્કા શર્માના મહેમાન બની ચુક્યાં છે કે જ્યાં વિરાટ-અનુષ્કાએ આખી રાત સાથે વિતાવી હતી
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
