ભારત-પાકિસ્તાન મેચ રદ થવાની કેટલુ નુકસાન? અરબોમાં છે આંકડો
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ક્રિકેટ મુકાબલો રદ થતા રમત જગતમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન સરકારે આગામી T20 વર્લ્ડ કપમાં ભારત સામે રમવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.
પાકિસ્તાને ટુર્નામેન્ટમાં ભાગ લેવાની તૈયારી બતાવી છે પરંતુ ભારત સામે મેદાનમાં નહીં ઉતરે. આ નિર્ણયને કારણે ગ્લોબલ ક્રિકેટ ઈકોનોમીને અંદાજે 4500 કરોડનું મોટું નુકસાન વેઠવું પડશે.

નિષ્ણાતોના મતે બ્રોડકાસ્ટિંગ, સ્પોન્સરશિપ અને ટિકિટના વેચાણ પર આની સીધી નકારાત્મક અસર પડશે. એડવર્ટાઇઝિંગ સેક્ટરમાં આ હાઈ-વોલ્ટેજ મેચ ન યોજાવાને કારણે સૌથી મોટો આર્થિક ફટકો પડ્યો છે.
ભારત-પાક મેચમાં 10 સેકન્ડની જાહેરાત માટે કંપનીઓ 40 લાખ સુધીનો અધધ ખર્ચ કરવા તૈયાર હતી. માત્ર જાહેરાતોમાંથી થનારી 300 કરોડની અંદાજિત કમાણી હવે સંપૂર્ણપણે શૂન્ય થઈ જશે.
બ્રોડકાસ્ટર્સની સાથે બંને દેશોના ક્રિકેટ બોર્ડને પણ આશરે 200 કરોડનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ મેચ રદ થવાથી મેચ ફી અને અન્ય કોમર્શિયલ ડીલ પર પાણી ફરી વળ્યું છે.
ટિકિટના વેચાણ અને રિફંડની પ્રક્રિયા આયોજકો માટે એક નવી વ્યવસ્થાપકીય માથાકૂટ સાબિત થશે. મોંઘી ટિકિટોના રિફંડને કારણે ટૂર્નામેન્ટની કુલ આવકમાં મોટો ગાબડો પડવાની પૂરેપૂરી શક્યતા છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) માટે આ નિર્ણય આર્થિક રીતે આત્મઘાતી સાબિત થઈ શકે તેમ છે. ICC તરફથી મળતા કરોડો રૂપિયાના વાર્ષિક ફંડિંગ પર પણ હવે જોખમ ઊભું થઈ ગયું છે.
ક્રિકેટ ચાહકો માટે આ સમાચાર નિરાશાજનક છે કારણ કે તેઓ આ રોમાંચક જંગની રાહ જોતા હતા. આર્થિક રીતે જે ખાડો પડ્યો છે તેની ભરપાઈ કરવી ICC માટે મોટો પડકાર બની રહેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
