T20 World Cup 2024 : આયર્લેન્ડ સામે મેચમાં વિરાટ કોહલી રચી શકે છે ઇતિહાસ, બનશે નંબર વન
T20 World Cup 2024 : ICC T20 વર્લ્ડ કપ શરૂ થવામાં હવે થોડો સમય બાકી છે. આ ટૂર્નામેન્ટમાં કઈ ટીમ ચેમ્પિયન બને છે તેના પર દુનિયાની તમામ નજર મંડાયેલી છે. આ વખતે ટુર્નામેન્ટ મોટી અને ખાસ બંને છે. આ વખતે ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે.
આ પહેલીવાર છે, જ્યારે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં સંયુક્ત રીતે T20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમેરિકામાં વિકેટ કેવી રીતે ચાલશે, તે અંગે તમામ ટીમો અજાણ છે.
ભારતે વર્ષ 2007માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો, અને ત્યારથી ટીમ T20 ચેમ્પિયનશિપ જીતી શકી નથી. આ વખતે BCCIએ T20 વર્લ્ડ કપ માટે રોહિત શર્માના નેતૃત્વમાં 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે, જેમાંથી સમગ્ર દેશને આશા હશે કે, તેઓ ખિતાબ જીતીને વિજયના દુષ્કાળનો અંત લાવે.
ચાહકોની નજર વિરાટ કોહલી અને રોહિત શર્મા પર પણ હશે, જેઓ કદાચ છેલ્લી વખત વર્લ્ડ કપમાં ભારત માટે રમી રહ્યા છે. વિરાટ કોહલી ICC T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે, અને જ્યારે ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે, ત્યારે તેની પાસે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરવાની તક હશે.

ICC T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલીએ અત્યાર સુધી 25 ઇનિંગ્સમાં 103 ચોગ્ગા ફટકાર્યા છે. જો પોતાની શાનદાર કવર ડ્રાઇવથી ચાહકોનું દિલ જીતનાર વિરાટ કોહલી આયર્લેન્ડ સામેની મેચમાં વધુ 9 ચોગ્ગા ફટકારે તો તે T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ ચોગ્ગા મારનાર બેટ્સમેન બની જશે.
T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ ચોગ્ગા મારવાનો વર્તમાન રેકોર્ડ શ્રીલંકાના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી મહેલા જયવર્દનેના નામે છે, જેણે 25 ઇનિંગ્સમાં 111 ચોગ્ગા ફટકાર્યા છે. આવી સ્થિતિમાં કોહલીને તેની સાથે મેચ કરવા માટે 8 ચોગ્ગા અને તેનાથી આગળ નીકળવા માટે 9 ચોગ્ગાની જરૂર છે.
તિલકરત્ને દિલશાને 34 ઇનિંગ્સમાં 101 ચોગ્ગા ફટકાર્યા છે, અને તે યાદીમાં ત્રીજા સ્થાને છે, જ્યારે 36 ઇનિંગ્સમાં 91 ચોગ્ગા ફટકારનાર રોહિત શર્મા આ યાદીમાં ચોથા સ્થાને છે.
ડેવિડ વોર્નર આ યાદીમાં પાંચમા સ્થાને છે અને તેણે 34 ઇનિંગ્સમાં 86 ચોગ્ગા ફટકાર્યા છે. આ વર્લ્ડ કપમાં રોહિત શર્મા અને ડેવિડ વોર્નર પણ ભાગ લઈ રહ્યા છે અને તે બંને આ લિસ્ટમાં ટોપ પર પહોંચવાનો પણ પ્રયાસ કરશે.
આ ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ છે - ભારતીય ટીમ 5 જૂનના રોજ આયર્લેન્ડ સામે T20 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. આ પછી, ટીમ તેની બીજી લીગ સ્ટેજની મેચ 9 જૂનના રોજ પાકિસ્તાન સામે રમશે.
જ્યારે 12 જૂનના રોજ ટીમ અમેરિકા સામે ત્રીજી મેચ રમશે, અને 15 જૂને લીગ તબક્કાની છેલ્લી મેચ કેનેડા સામે રમશે. ટીમ ઈન્ડિયા લીગ સ્ટેજમાં ટોપ પર રહી શકે છે, આવી સ્થિતિમાં ટીમ સરળતાથી ગ્રુપ-8માં પ્રવેશ કરશે.
ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ - રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીન), સંજુ સેમસન (વિકેટકીન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ , યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
રિઝર્વ : શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ, અવેશ ખાન.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
