T20 World Cup 2024 : ખુલ્લી બસમા ફેનનું અભિવાદન કરવા રસ્તા પર ઉતરશે ટીમ ઈન્ડિયા, જાણો ક્યાં અને ક્યારે?
T20 વર્લ્ડ કપ 2024 : બાર્બાડોસમાં ભારતીય ટીમે t20 વર્લ્ડ કપ જીતીને 17 વર્ષના ઈંતઝારનો અંત કર્યો છે. હવે ભારતમાં ભારતીય ટીમના વિજય સરઘસની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
અહેવાલો અનુસાર, બાર્બાડોસમાં તોફાન શાંત થતા ટીમ સ્પેશિયલ વિમાનમાં ભારત આવવા રવાના થઈ ગઈ છે. ટીમ ગુરૂવારે ભારત પહોંચશે.

ભારતીય ટીમનું ભારત આગમન પર સ્વાગત કરવામાં આવશે. રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ગુરુવારે મોડી રાત્રે દિલ્હી એરપોર્ટ પર ઉતરી શકે છે.
અહેવાલો અનુસાર, ગુરુવારે દિલ્હી આવ્યા બાદ ભારતીય ટીમના ખેલાડીઓ પીએમ મોદીને મળશે. આ પહેલા વડાપ્રધાને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે કોલ પર વાત કરી હતી અને ટીમના ખિતાબ જીત્યા બાદ અભિનંદન પાઠવતો એક વીડિયો જાહેર કર્યો હતો.
આ પછી ભારતીય ટીમને ખુલ્લી બસમાં ટ્રોફી સાથે લઈ જવામાં આવશે. ચાહકો ટીમ ઈન્ડિયાને જોઈ શકશે. માર્ગો પરથી પસાર થઈને સ્વાગતનો આ ભવ્ય કાર્યક્રમ યોજવાનું આયોજન છે. ભારતીય ટીમના તમામ ખેલાડીઓ આ ઓપન બસમાં રહેશે.
જો કે આ આયોજન દિલ્હી નહીં પરંતુ મુંબઈમાં કરવામાં આવ્યું છે. બીસીસીઆઈની હેડ ઓફિસ મુંબઈમાં જ છે. ભારતીય ટીમ અને ચાહકો માટે આ યાદગાર ક્ષણ બની જશે. ટીમ ઈન્ડિયા ગુરુવારે સાંજે મુંબઈ જઈ શકે છે.
29 જૂને આ વર્લ્ડ કપની ફાઈનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ નજીકની મેચમાં 7 રને જીત મેળવીને ઈતિહાસ રચ્યો હતો અને દક્ષિણ આફ્રિકાની ટીમનું સપનું તોડી નાખ્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
