SA vs AFG, Semi Final: ફાઈનલમાં પહોંચનાર પહેલી ટીમ બની સાઉથ આફ્રિકા, અફઘાનો સામે 9 વિકેટથી જીતી મેચ
South Africa vs Afghanistan, Semi Final: T20 વર્લ્ડ કપ 2024 ની પ્રથમ સેમિફાઇનલ મેચ આજે 27 જૂને દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રિનિદાદના બ્રાયન લારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાન ટીમ 56 રન બનાવીને પડી ભાંગી હતી. દક્ષિણ આફ્રિકાએ આ મેચ 9 વિકેટે જીતી લીધી છે.
આ સાથે ક્વિન્ટન ડી કોકની આગેવાની હેઠળની ટીમ ફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. અફઘાનિસ્તાન તરફથી ખૂબ જ ખરાબ બેટિંગ પ્રદર્શન જોવા મળ્યું હતું. સેમીફાઈનલ જેવા પ્રસંગોએ અઝમતુલ્લા ઓમરઝાઈ સિવાય અફઘાન ટીમનો કોઈ બેટ્સમેન 10 રન સુધી પણ પહોંચી શક્યો ન હતો.

માર્કો જાનસેન અને તબરેઝ શમ્સી દક્ષિણ આફ્રિકા માટે ગેમ ચેન્જર સાબિત થયા, બંને બોલરોએ અફઘાનને 56 રનમાં જ 3-3 વિકેટ લઈને મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સિવાય એનરિક નોરખિયા અને કાગિસો રબાડાને બે-બે વિકેટ મળી હતી.
દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલમાં કેપ્ટન રાશિદ ખાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન કરનારી અફઘાન ટીમે દક્ષિણ આફ્રિકા સામે માત્ર 23 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. 12મી ઓવરના પાંચમા બોલ પર 56 રન બનાવ્યા બાદ આખી ટીમ પડી ભાંગી હતી. T20 વર્લ્ડ કપ સેમિફાઇનલના ઇતિહાસમાં ટીમનો 56 રન સૌથી ઓછો સ્કોર છે.
સાઉથ આફ્રિકા પ્લેઈંગ ઈલેવન: ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રીઝા હેન્ડ્રીક્સ, એઈડન માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, માર્કો જેન્સન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, એનરિચ નોરખિયા અને તબરાઈઝ શમ્સી.
અફઘાનિસ્તાનની પ્લેઈંગ ઈલેવન: રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઈબ્રાહિમ ઝદરાન, અઝમતુલ્લા ઓમરઝાઈ, ગુલબદ્દીન નાયબ, મોહમ્મદ નબી, કરીમ જનાત, રાશિદ ખાન (કેપ્ટન), નાંગેલિયા ખારોટે, નૂર અહેમદ, નવીન-ઉલ-હક અને ફઝલહક ફારૂકી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
