IPL 2024 Prize money : પ્લેઓફ હાર્યા બાદ પણ કોહલી પર થશે રૂપિયાનો વરસાદ, જાણો કઈ ટીમને કેટલા રૂપિયા મળશે?
IPL 2024 Prize money : આઈપીએલ અંતિમ તબક્કામાં છે અને બહુ જલ્દી ફાઈનલમાં વિજેતાની જાહેરાત થશે. આ સાથે વિજેતા ટીમ પર રૂપિયાનો વરસાદ પણ જોવા મળશે.
હવે IPL 2024માં માત્ર બે મેચ બાકી છે. ક્વોલિફાયર 2 મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહી છે. આ પછી આ લીગની છેલ્લી મેચ 26મી મેના રોજ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાવાની છે.

આજે અમે તમને એવી ટીમો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે IPLમાંથી બહાર થયા પછી પણ અમીર બની જશે. પ્લેઓફમાં ભાગ લેનારી ચાર ટીમોને સારી એવી ઈનામી રકમ આપવામાં આવે છે.
જણાવી દઈએ કે IPL વિજેતાને 20 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવે છે. જ્યારે રનર અપ એટલે કે બીજા સ્થાને રહેલી ટીમને 13 કરોડ રૂપિયા આપવામાં આવે છે.
IPLમાં ત્રીજા સ્થાને રહેલી ટીમને 7 કરોડ રૂપિયા અને ચોથા સ્થાને રહેલી ટીમને 6 કરોડ 50 લાખ રૂપિયા મળે છે. આ વર્ષે IPLમાં ચોથા નંબરની ટીમ નક્કી થઈ ગઈ છે.
રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમે આ વર્ષે ચોથા સ્થાને પોતાની સફર પૂરી કરી છે. આ સ્થિતિમાં રોયલ ચેલેન્જર બેંગ્લોરને ઈનામી રકમ તરીકે 6 કરોડ 50 લાખ રૂપિયા આપવામાં આવશે.
રોયલ ચેલેન્જર બેંગ્લોર સિવાય બીજા અને ત્રીજા સ્થાને રહેલી ટીમોને પણ મોટી રકમ મળે છે. જણાવી દઈએ કે IPLમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન અને સૌથી વધુ વિકેટ લેનાર બોલરને પણ અલગ-અલગ પૈસા આપવામાં આવે છે.
સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં વિરાટ કોહલી સૌથી આગળ છે. આ વર્ષે ઓરેન્જ કેપ વિરાટ કોહલીના માથા પર રહેશે તે લગભગ નિશ્ચિત છે. જો વિરાટ કોહલી ઓરેન્જ કપ જીતશે તો તેને 15 લાખ રૂપિયા અલગથી આપવામાં આવશે. જ્યારે પર્પલ કેપ વિજેતાને 15 લાખ રૂપિયા મળે છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે!






Click it and Unblock the Notifications
