Under 19 વર્લ્ડ કપના ફાઈનલમાં ભારતની ધમાકેદાર એન્ટ્રી, અફઘાનિસ્તાનને હરાવ્યુ
અંડર-19 વર્લ્ડ કપની રોમાંચક સેમીફાઈનલમાં ભારતીય યુવા ટીમે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવી ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. 311 રનના વિશાળ લક્ષ્યાંકને ભારતે માત્ર 41.1 ઓવરમાં જ પાર પાડીને પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું હતું. હવે 6 ફેબ્રુઆરીના રોજ ખિતાબી જંગમાં ભારત અને ઈંગ્લેન્ડ સામસામે ટકરાશે.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 50 ઓવરમાં 4 વિકેટે 310 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ફૈસલ શિનોઝાદાએ 110 રન અને ઉઝૈરુલ્લાહ નિયાઝઈએ અણનમ 101 રન ફટકારી ભારતીય બોલરોને મુશ્કેલીમાં મૂક્યા હતા. ભારત તરફથી દીપેશ દેવેન્દ્રન અને કનિષ્ક ચૌહાણે વિકેટ ઝડપી રનગતિ રોકવા પ્રયાસ કર્યો હતો.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે વૈભવ સૂર્યવંશીએ તોફાની શરૂઆત કરી માત્ર 33 બોલમાં 68 રન ઝૂડી કાઢ્યા હતા. ત્યારબાદ એરોન જ્યોર્જે 115 રનની શાનદાર સદી ફટકારીને ભારતની જીત નિશ્ચિત કરી દીધી હતી. અંતમાં વિહાન મલ્હોત્રાએ અણનમ 38 રન બનાવી ટીમને ગૌરવપૂર્ણ વિજય અપાવ્યો હતો.
આ જીત સાથે ભારતીય ટીમનો આત્મવિશ્વાસ સાતમા આસમાને છે અને બેટ્સમેનો શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યા છે. સમગ્ર ટૂર્નામેન્ટમાં અપરાજિત રહેલી આ ટીમ હવે વર્લ્ડ કપ ટ્રોફી જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. અફઘાનિસ્તાનનો સફર હાર સાથે સમાપ્ત થયો હોવા છતાં તેમના દેખાવના વખાણ થઈ રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
