વિરાટ કોહલી અને અનુષ્કા વચ્ચે બીસીસીઆઇ બન્યુ ‘એક વિલન’
લંડન, 21 ઑગસ્ટઃ ઇંગ્લેન્ડમાં ટીમ ઇન્ડિયાની દુર્દશા બાદ હવે બીસીસીઆઇએ નક્કી કર્યું છેકે કોઇપણ પ્રવાસ દરમિયાન પત્ની અને પ્રેમિકાને સાથે લઇને જવાના મુદ્દે કડક પગલાં ભરવાનો નિર્ણય કર્યો છે.
એક અગ્રણી મીડિયા રિપોર્ટ અનુસાર બીસીસીઆઇએ ક્રિકેટર્સ સામે આકરા પગલા ભરવાની તૈયારી કરી લીધી છે. બીસીસીઆઇના આ નિર્ણયમાં ક્રિકેટર્સની પ્રેમિકાને વિદેશી પ્રવાસ પર જવાની અનુમતિ નહીં આપવામાં આવે. સાથે જ ક્રિકેટર્સ પોતાની પત્નીઓને પણ એક નક્કી સમય સુધી જ સાથે રાખવાની પરવાનગી આપશે.
બીસીસીઆઇનું માનવું છેકે, પ્રવાસ દરમિયાન મહિલાઓની હાજરીના કારણે ક્રિકેટર્સનું ધ્યાન રમત તરફથી હટી જાય છે. તેવામાં તેને પોતાની પ્રેક્ટિસ પર જેટલો સમય આપવો જોઇએ તેટલો સમય આપી શકતા નથી.
આ પણ વાંચોઃ- ફોર્મ સુધારવા કાઉન્ટીના શરણે પૂજારા, આ દિગ્ગજો પણ લઇ ચૂક્યા છે ભાગ
આ પણ વાંચોઃ- 11 ધર્મ આધારિત ઈન્ડિયન ટેસ્ટ ક્રિકેટની અજાણી વાતો
આ પણ વાંચોઃ- પૂર્વ સફળ સુકાની ગાંગુલીએ આપી ધોનીને 'કેપ્ટન્સી ટીપ્સ'

પત્નીઓ શહેર જોવાનો રાખે છે આગ્રહ
એક વરિષ્ઠ બીસીસીઆઇ અધિકારી અનુસાર બીસીસીઆઇએ જેટલી માહિતી એકઠી કરી છે, તેના પરથી લાગે છેકે જો ક્રિકેટર રમત પર ધ્યાન આપવા ઇચ્છે તો પણ પત્નીઓના કારણે આપી શકતા નથી. આ અધિકારીની વાત માનીએ તો ક્રિકેટર જીમ અથવા તો પછી નેટ્સ પર જવા માગે છે, પરંતુ તેમની પત્નીઓ શહેર જોવાનો આગ્રહ કરે છે.

બીસીસીઆઇની પોલીસીની થઇ હતી ટીકા
આ મુદ્દો એટલા માટે પણ ચર્ચામાં છે, કારણ કે ઇંગ્લેન્ડ પ્રવાસ પર વિરાટ કોહલીના પ્રદર્શન બાદ બીસીસીઆઇની પત્નીઓ અને પ્રેમિકાને લઇને બનાવેલી પોલીસીની ખાસી એવી ટીકા થઇ હતી.

બીસીસીઆઇએ આપી હતી મંજુરી
નોંધનીય છેકે, બીસીસીઆઇએ વિરાટ કોહલીને મંજુરી આપી હતી કે તે પોતાની પ્રેમિકા અને બૉલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્માને ઇંગ્લેન્ડ પ્રવાસ પર સાથે લઇ જાય. બીજી તરફ ચેતેશ્વર પૂજારા, મુરલી વિજય, આર અશ્વિન, સ્ટુઅર્ટ બિન્ની અને ગૌતમ ગંભીરને પણ બોર્ડે પત્નીઓને સાથે લઇ જવાની પરવાનગી આપી હતી.

વિરાટના ખરાબ પ્રદર્શનનું કારણ અનુષ્કા
લોક ચર્ચાનુસાર વિરાટ કોહલીના ખરાબ પ્રદર્શન પાછળ બીસીસીઆઇની આ નીતિ હતી. અન્ય એક મીડિયા રિપોર્ટ અનુસાર બોર્ડના સચિવ સંજય પટેલ તરફથી વિરાટ કોહલીને અનુષ્કા શર્માને સાથે લઇ જવાની મંજુરી આપવામાં આવી હતી. કોહલીએ પાંચ ટેસ્ટ મેચોમાં 10 ઇનિંગમાં માત્ર 134 રન જ બનાવ્યા હતા અને તેને અનેક ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
