ફોર્મ સુધારવા કાઉન્ટીના શરણે પૂજારા, આ દિગ્ગજો પણ લઇ ચૂક્યા છે ભાગ
મુબંઇ, 20 ઑગસ્ટઃ અત્યંત ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહેલા મધ્યક્રમના બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને પોતાની લય પરત મેળવવા માટે ઇંગ્લેન્ડમાં યોજાતી કાઉન્ટી ક્રિકેટ રમવાની અનુમતિ બીસીસીઆઇ દ્વારા આપવામાં આવી છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં પોતાની ક્ષમતા પ્રમાણે બેટિંગ કરવામાં ચેતેશ્વર પૂજારા નિષ્ફળ નિવડેલા પૂજારાએ કાઉન્ટી ક્રિકેટના બાકી રહેલા સત્રમાં રમવા માટેની મંજુરી બીસીસીઆઇ પાસે માંગી હતી, જે તેમને મળી ગઇ છે.
બીસીસીઆઇ સચિવ સંજય પટેલે કહ્યું કે, પૂજારા વનડે અને ટી-20 ટીમનો ભાગ નથી, તેવામાં તેઓ હવે હવે કાઉન્ટી ક્રિકેટ રમવા માટે મુક્ત છે. પૂજારાએ મારી પાસે તેની અનુમતિ માંગી હતી અને મે તેમની પાસે વિસ્તૃત જાણકારી માંગી હતી. મે તેમને કાઉન્ટી ક્રિકેટમાં રમવા દેવાનો નિર્ણય કર્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે, જો કાઉન્ટી મેચોનો કાર્યક્રમ આપણી ઘરેલુ ટૂર્નામેન્ટ સાથે ટકરાતો ના હોય તો અમે ક્યારેય એકપણ ખેલાડીને કાઉન્ટી ક્રિકેટમાં રમતા અટકાવ્યા નથી. જો તમને યાદ હોય તો અમે 2013માં ગૌતમ ગંભીરને પણ એસેક્સ તરફથી રમવા માટે અનુમતિ આપી હતી. તો ચાલો તસવીરો થકી જાણીએ કે ચેતેશ્વર પૂજારા પહેલા કયા કયા ખેલાડી કાઉન્ટી ક્રિકેટમાં રમી ચૂક્યા છે.
આ પણ વાંચોઃ- ઇંગ્લેન્ડમાં ખરાબ પ્રદર્શનઃ કોહલી-પૂજારાએ બનાવ્યા નવા રેકોર્ડ
આ પણ વાંચોઃ- ફરી રવિ શાસ્ત્રીના શરણે બીસીસીઆઇ, બનાવ્યા ટીમ ડિરેક્ટર
આ પણ વાંચોઃ- વિશ્વ ક્રિકેટનો 'ફાસ્ટેસ્ટ' ઉભરતો સિતારો, કોહલીને પણ રાખી દીધો પાછળ
આ પણ વાંચોઃ- ટેસ્ટ રેન્કિંગઃ ભારતીય બેટ્સમેનોને પછડાટ, અંગ્રેજોએ લગાવી છલાંગ

ફારુક એન્જીનીયર
તેઓ લેંક્શાયર માટે રમતા હતા.

બિશન સિંહ બેદી
તેઓ નોર્થેમ્ટનશાયર માટે રમતા હતા.

દિલીપ જોશી
તેઓ નોટિંગ્હામશાયર અને વેર્વિકશાયર માટે રમતા હતા.

રવિ શાસ્ત્રી
તેઓ ગ્લામોર્ગન માટે રમતા હતા.

મોહમ્મદ અઝહરુદ્દિન
તેઓ ડેર્બીશાયર માટે રમતા હતા.

મુરલી કાર્તિક
તેઓ લેંકશાયર, મિડલસેક્સ, સમરસેટ અને સુર્રે માટે રમી ચૂક્યા છે.

સુનિલ ગાવસ્કર
તેઓ સમરસેટ માટે રમતા હતા.

કપિલ દેવ
તેઓ નોર્થેમ્પટનશાયર માટે રમતા હતા.

અનિલ કુંબલે
તેઓ સુર્રે, લેઇસેસ્ટર, નોર્થેમ્પટનશાયર માટે રમતા હતા.

જગવલ શ્રીનાથ
તેઓ ગ્લોસેસ્ટરશાયર અને લેઇસેસ્ટરશાયર માટે રમતા હતા.

સૌરવ ગાંગુલી
સૌરવ ગાંગુલી લેંક્શાયર માટે રમી ચૂક્યા છે.

સચિન તેંડુલકર
તેઓ યોર્કશાયર માટે રમી ચૂક્યા છે.

રાહુલ દ્રવિડ
તેઓ કેન્ટ માટે કાઉન્ટી ક્રિકેટ રમી ચૂક્યા છે.

વિરેન્દ્ર સેહવાગ
તેઓ લેઇસેસ્ટરશાયર માટે રમી ચૂક્યા છે.

ઝહીર ખાન
તેઓ વોર્કેસ્ટરશાયર માટે રમી ચૂક્યા છે.

એસ શ્રીસંથ
તેઓ વેર્વિકશાયર માટે રમી ચૂક્યા છે.

હરભજન સિંહ
તેઓ એસ્સેક્સ માટે રમી ચૂક્યા છે.

પ્રજ્ઞાન ઓઝા
તેઓ સુર્રે માટે કાઉન્ટી ક્રિકેટ રમી ચૂક્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
