ક્રિકેટ ઇતિહાસમાં થયેલા પાંચ શાનદાર કમબેક
ક્રિકેટ એક એવી રમત છે જેમાં કોનો સિતારો ક્યારે ચમકી ઉઠે છે તે કહેવાતું નથી અને ક્યારે તેનો સિતારો ભોંયભેગો થઇ જાય છે તે પણ કહેવાતું નથી. જે ક્રિકેટર ક્યારેક પોતાના ફોર્મના કારણે લોકપ્રિયતાના શીખરો પર પહોંચી ગયો હોય છે, એ જ ક્રિકેટરને પોતાની કેટલીક ખરાબ ઇનિંગ અથવા તો નિષ્ફળ પ્રદર્શનના કારણે ટીમની બહારનો રાસ્તો પણ જોવો પડે છે અને અનેક ટીકાઓનો સામનો કરવો પડે છે. તાજુ ઉદાહરણ આપીએ તો વિરાટ કોહલી કે જેણે ઇંગ્લેન્ડ સામેની ટી20માં અડધી સદી લગાવી છે, એ ખેલાડીએ પોતાના પ્રદર્શન થકી અનેક ક્રિકેટ પ્રેમીઓને પોતાના દિવાના બનાવી દીધા છે તો ઘણા ક્રિકેટ દિગ્ગજો તેના ફેન બની ગયા છે, પરંતુ જ્યારે તે ઇંગ્લેન્ડ સામેની વનડે અને ટેસ્ટ શ્રેણી દરમિયાન રન ન બનાવી શક્યો ત્યારે તેને ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
આજે અમે અહીં એવા જ કેટલાક ક્રિકેટર અંગે જણાવી રહ્યાં છીએ, જેમણે નિષ્ફળ પ્રદર્શન બાદ શાનદાર ફોર્મ દર્શાવીને કમબેક કર્યું હતું, જે ક્રિકેટ ઇતિહાસમાં અંકિત થઇ ગયું છે. તો ચાલો તસવીરો થકી ક્રિકેટ ઇતિહાસના એ પાંચ શાનદાર ક્રિકેટ કમબેક અંગે જાણીએ.
આ પણ વાંચોઃ- વિરાટ કોહલી બન્યો ટી20 ક્રિકેટનો બાદશાહ, ભારત બીજા નંબરે
આ પણ વાંચોઃ- ICCએ કરી લાલ આંખ ને આ 10 બોલર પર લાગ્યો પ્રતિબંધ
આ પણ વાંચોઃ- આ વિસ્ફોટક બેટ્સમેનોએ ટી20માં કર્યો છે છગ્ગાનો વરસાદ

ગ્રાહમ ગૂચ(1989)
ઇંગ્લેન્ડ બેટ્સમેન ગ્રાહમ ગૂચે 1989માં રમાયેલી એશિઝ શ્રેણી દરમિયાન ઓસ્ટ્રેલિયા સામે માત્ર 183 રન બનાવ્યા હતા અને તેમની એવરેજ પણ માત્ર 20ની હતી. તેમની નિષ્ફળતાઓની ટીકાઓ થઇ રહી હતી. જોકે 12 મહિના બાદ તેમણે શાનદાર કમબેક કર્યું હતું. ભારત અને ન્યુઝીલેન્ડ સામે સારુ પ્રદર્શન કરીને તેઓ વિશ્વના બેસ્ટ બેટ્સમેનોની યાદીમાં આવી ગયા હતા. તેમણે ભારત સામેની ત્રણ ટેસ્ટ મેચોમાં 125ની એવરેજથી 752 રન બનાવ્યા હતા. જેમાં ત્રણ સદી અને બે અડધી સદી લગાવી હતી. જેમાં સર્વાધિક સ્કોર 333 રનનો હતો.

શેનવોર્ન(2004)
2003ના વિશ્વકપ દરમિયાન ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિન બોલર શેનવોર્ન પર ડ્રગ્સના સેવન બદલ પ્રતબિંધ લગાવવામાં આવ્યો હતો. 12 મહિના બાદ તેને સ્ટુઅર્ટ મેક્ગિલની ગેરહાજરીમાં ટીમમાં સમાવેશ આપવામાં આવ્યો હતો. જોકે તેણે 2004માં ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન ત્રણ ટેસ્ટ મેચોમાં 26 વિકેટ ઝડપીને ટીકાકારોના મોઢા સીવી દીધા હતા.

ઇઆન બોથમ(1981)
ઇંગ્લેન્ડ ટીમના પૂર્વ સુકાનીની 1981માં શાનદાર કમબેક કર્યું હતું. ઓસ્ટ્રેલિયા સામેની એશિઝ શ્રેણીની પહેલી ટેસ્ટ મેચ ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાઇ હતી, જેમાં ઇંગ્લેન્ડને હાર મળી હતી, જ્યારે લોર્ડ્સ ખાતેની મેચ ડ્રોમાં પરિણામી હતી, જેના કારણે ઇંગ્લેન્ડની ટીમની આકરી ટીકાઓ થઇ રહી હતી. પરંતુ હેડિંગલે ખાતે રમાયેલી શ્રેણીની ત્રીજી ટેસ્ટ દરમિયાન ઇયાન બોથમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે પહેલી ઇનિંગમાં 95 રનનમાં છ વિકેટ લીધી હતી અને બીજી ઇનિંગમાં અણનમ 149 રન માર્યા હતા. આ મેચ ઇંગ્લેન્ડ જીતું હતું, ચોથી અને પાંચમી ટેસ્ટ મેચોમાં પણ તેમણે શાનદાર પ્રદર્શન કરતા ઇંગ્લેન્ડને વિજયી બનાવ્યું હતું અને ઉક્ત ત્રણેય ટેસ્ટ મેચોમાં તેઓ મેન ઓફ ધ મેચ જાહેર થયા હતા.

સચિન તેંડુલકર(2004)
2004નો સમય સચિન તેંડુલકર માટે ખરાબ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા ખાતે રમાયેલી ટેસ્ટ શ્રેણી દરમિયાન સચિન તેંડુલકરે 0, 1, 37, 0 અને 44 રન બનાવ્યા હતા. બધા એવું માની રહ્યાં હતા કે સચિનનો સમય પૂરો થઇ ગયો છે અને તેને હવે નિવૃત્તિ લઇ લેવી જોઇએ. પંરતુ ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ દરમિયાન સચિન તેંડુલકરે શાનદાર બેટિંગ પ્રદર્શન કરતા અણનમ 241 રન બનાવ્યા હતા. તેમણે સાબિત કરી દીધું હતું કે તે સર્વશ્રેષ્ઠ ખેલાડી છે.

ટેર્રી એલ્ડરમેન(1989)
ટેર્રી એલ્ડરમેન પર 1985-86માં રેબલ ટૂરમાં જોડાવા બદર ત્રણ વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. 1989માં જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે તેમના પર સારું પ્રદર્શન કરવાનું દબાણ હતું તેણે 1989માં એશેઝ શ્રેણી દરમિયાન પહેલી ટેસ્ટ મેચમાં પાંચ અને બીજી ટેસ્ટ મેચમાં છ વિકેટ લઇને સાબિત કરી દીધું હતું તેઓ શાનદાર બોલર છે અને તેમણે શ્રેષ્ઠતા સાથે પુનરાગમન કર્યું હતું.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
