કોણ છે અનવર-ઉલ-હક કાકર? બની શકે છે પાકિસ્તાનના કેરટેકર વડાપ્રધાન
પાકિસ્તાનમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે શનિવારે દેશના કેરટેકર વડાપ્રધાનના નામની જાહેરાત કરવામાં આવી હતી. અનવર-ઉલ-હક કાકર પાકિસ્તાનના કાર્યકારી વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે.
નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના આઉટગોઇંગ નેતા રાજા રિયાઝે કહ્યું કે અનવર-ઉલ-હક કાકર પાકિસ્તાનના વચગાળાના વડા પ્રધાન તરીકે ચૂંટાયા છે. પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીના વિસર્જન બાદ દેશમાં રાજકીય ઉથલપાથલ ચાલુ છે.

PMO તરફથી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે PM શાહબાઝ અને નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના આઉટગોઇંગ નેતા (NA) રાજા રિયાઝે રાષ્ટ્રપતિ આરિફ અલ્વીને અનવર ઉલ હકને કેરટેકર વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવા માટે ભલામણ મોકલી છે.
અગાઉ, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ શહેબાઝ શરીફને પત્ર લખીને વહેલી તકે નવા કાર્યકારી વડાપ્રધાનની નિમણૂક કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે કલમ-224A હેઠળ નેશનલ એસેમ્બલીના વિસર્જનના ત્રણ દિવસની અંદર શરીફ અને રિયાઝ સાથે મળીને કાર્યકારી વડાપ્રધાન પદ માટે કોઈ નેતાનું નામ નક્કી કરશે.
શાહબાઝ શરીફે પણ રાષ્ટ્રપતિ અલ્વીના પત્ર પર નારાજગી વ્યક્ત કરી હતી. રાષ્ટ્રપતિના પત્રનો જવાબ આપતા શરીફે કહ્યું કે તેઓ પત્ર મેળવીને નિરાશ થયા છે.
કોણ છે અનવર ઉલ હક કક્કર?
અનવર ઉલ હક કાકર બલૂચિસ્તાનથી સંસદસભ્ય છે. કાકર બલૂચિસ્તાનથી અવામી પાર્ટી (BAP)નું પ્રતિનિધિત્વ કરે છે. કાકર 2018માં બલૂચિસ્તાનમાંથી સ્વતંત્ર સેનેટર તરીકે ચૂંટાયા હતા. તેમનો કાર્યકાળ છ વર્ષનો છે જે માર્ચ 2024માં સમાપ્ત થશે.
તેમણે વિદેશી પાકિસ્તાનીઓ અને માનવ સંસાધન વિકાસ પરની સેનેટની સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે અને વેપાર, નાણાં અને મહેસૂલ, વિદેશી બાબતો અને વિજ્ઞાન અને ટેકનોલોજી પરની સલાહકાર સમિતિના સભ્ય તરીકે સેવા આપી છે. કકરે સેનેટમાં 2018માં બનેલી બલૂચિસ્તાન અવામી પાર્ટી માટે સંસદીય નેતાની ભૂમિકા પણ નિભાવી છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
