પુતિન સામે બળવો કરનાર પ્રિગોઝિન સહિત 10 લોકોના પ્લેન ક્રેશમાં મોત, શું વિદ્રોહનો છે અંજામ?
Yevgeny Prigozhin News: પોતાના નિર્માણકર્તા વ્લાદિમીર પુતિન સામે બળવો કરનાર ખાનગી સૈન્ય 'વેગનર' જૂથના સ્થાપક યેવજેની પ્રિગોઝીનનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું છે જેને પશ્ચિમી મીડિયા અને વિશ્લેષકો કહે છે કે રશિયન પ્રમુખ સામે બળવો કરવાનું પરિણામ આ જ હોય છે.
વેગનર ચીફ યેવજેની પ્રિગોઝિનનું વિમાન બુધવારે રાત્રે ક્રેશ થયું હતું, જેમાં તેમનું મૃત્યુ થયું હતું અને રશિયાના ઇમરજન્સી મિનિસ્ટરે પ્લેન ક્રેશની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે પ્રિગોઝિન નામનો વ્યક્તિ ફ્લાઇટમાં સવાર હતો. કુલ મળીને 10 લોકો માર્યા ગયા છે, જેમાંથી 3 ક્રૂ મેમ્બર હતા. પરંતુ ખરો પ્રશ્ન એ છે કે શું પ્રિગોઝીનને પુતિન સાથે વિશ્વાસઘાત કરવા બદલ સજા કરવામાં આવી છે?

વેગનર ચીફે પ્રમુખ પુતિન સામે બળવો કર્યો અને રશિયાએ તેમને ક્યારેય માફ નહીં કરવાની ધમકી આપી હોવાથી, શંકા હવે પ્રમુખ પુતિન પર જાય છે. વેગનર સાથે જોડાયેલી ટેલિગ્રામ ચેનલ 'ગ્રે ઝોન'એ અહેવાલ આપ્યો છે કે મોસ્કોની ઉત્તરે આવેલા ટાવર ક્ષેત્રમાં હવાઈ સંરક્ષણ દળોએ એમ્બ્રેર વિમાનને તોડી પાડ્યું હતું. જો કે, આ દાવામાં કોઈપણ પ્રકારના પુરાવા આપવામાં આવ્યા નથી.
જે ફ્લાઈટમાં અકસ્માત થયો હતો, તે મોસ્કોથી સેન્ટ પીટર્સબર્ગ જઈ રહી હતી, જેમાં સાત મુસાફરો અને ત્રણ ક્રૂ સવાર હતા. દુર્ઘટના અંગે રશિયાએ કહ્યું છે કે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. રશિયન સમાચાર એજન્સી TASS એ રશિયાની એર ટ્રાન્સપોર્ટ એજન્સીને ટાંકીને જણાવ્યું હતું કે "આજે સાંજે ટાવર ક્ષેત્રમાં થયેલા એમ્બ્રેર વિમાન દુર્ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. મુસાફરોની યાદી અનુસાર, યેવજેની પ્રિગોઝિનનું નામ આ યાદીમાં સામેલ હતું."
આ વર્ષે જૂન મહિનામાં, યેવજેની પ્રિગોઝીને સમગ્ર વિશ્વમાં સનસનાટી ફેલાવી દીધી હતી કે તે મોસ્કોમાં સત્તા પરિવર્તન માટે જઈ રહ્યો છે અને ડઝનેક ટેન્ક સાથે યુક્રેનથી મોસ્કો તરફ કૂચ કરવાનું શરૂ કર્યું. જો કે, તેમનો બળવો નિષ્ફળ ગયો હતો. પરંતુ, ગ્રે ઝોને આક્ષેપ કર્યો હતો કે, સ્થાનિક રહેવાસીઓએ બે ધડાકા સાંભળ્યા હતા અને ક્રેશ પહેલાં બે બાષ્પ નિશાન જોયા હતા.
જો કે, TASS એ અહેવાલ આપ્યો કે પ્લેન જમીન પર પડતાની સાથે જ આગ લાગી ગઈ. TASS એ જણાવ્યું હતું કે, "ચાર મૃતદેહો પહેલેથી જ મળી આવ્યા છે, જો કે, તે સ્પષ્ટ નથી થયું કે વેગનર ચીફનો મૃતદેહ મળ્યો છે કે કેમ." રશિયન એર એજન્સી અનુસાર, પ્લેન અડધા કલાકથી પણ ઓછા સમય માટે હવામાં હતું.
રશિયન સરકારના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જુલાઈની શરૂઆતમાં જણાવ્યું હતું કે પ્રિગોઝીન અને તેના સહયોગીઓએ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી અને આ બેઠક ત્રણ કલાક ચાલી હતી, જેમાં 35 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. દિમિત્રી પેસ્કોવએ જણાવ્યું હતું કે, "આપણે માત્ર એટલું જ કહી શકીએ કે પ્રમુખે સ્પેશિયલ મિલિટરી ઑપરેશન દરમિયાન (યુક્રેનમાં) કંપનીની (વેગનરની) ક્રિયાઓ અને 24 જૂનની ઘટનાઓનું પોતાનું મૂલ્યાંકન આપ્યું હતું."
આ સિવાય તેમણે મીટિંગ વિશે કોઈ માહિતી આપી ન હતી. તેમણે કહ્યું કે પુતિને શું થયું હતું તે અંગે કમાન્ડરોની સમજૂતી સાંભળી હતી અને તેમને રોજગાર અને યુદ્ધ માટે વધુ વિકલ્પોની ઓફર કરી હતી.
પ્રિગોઝીન થોડા દિવસો પહેલા એક વીડિયો દ્વારા સામે આવ્યો હતો અને અટકળો લગાવવામાં આવી હતી કે તે કોઈ આફ્રિકન દેશમાં હોઈ શકે છે. પ્રિગોઝીન આર્મી ડ્રેસમાં હતો અને એવું લાગતું હતું કે તે કોઈ રણમાં હાજર છે. તેના હાથમાં રાઈફલ હતી અને તેની બાજુમાં એક પીકઅપ ટ્રક પણ ઉભેલી જોવા મળી હતી.
24 જૂનના રોજ, પ્રિગોઝીને યુક્રેનની સરહદે આવેલા રશિયન શહેર રોસ્ટોવ-ઓન-ડોન પર કબજો કર્યા પછી, રશિયન પ્રમુખે એક નિવેદન બહાર પાડ્યું હતું કે બળવો કરનારાઓને કોઈ માફી આપવામાં આવશે નહીં.
ચીફ વેગનરે તે સમયે કહ્યું હતું કે તે 25,000 સૈનિકો સાથે મોસ્કો આવી રહ્યો છે અને તે મોસ્કોની સત્તાને ઉથલાવી દેશે. જો કે, પાછળથી, બેલારુસના રાષ્ટ્રપતિના હસ્તક્ષેપ પછી, પુતિને વેગનર ચીફને માફ કરી દીધો અને વેગનર ચીફે પણ એક નિવેદનમાં કહ્યું કે તેઓ કેટલાક રશિયન અધિકારીઓથી નારાજ હતા અને પુતિનની સત્તાને ઉથલાવી દેવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
