"ભારતે રશિયાને યુક્રેન પર પરમાણુ હુમલો કરવાથી રોક્યુ" અમેરિકન મંત્રીનુ મોટુ નિવેદન
ધ એટલાન્ટિક સાથેની એક મુલાકાતમાં, બ્લિંકને કહ્યું, "તે નવી દિલ્હી છે જેણે બેઇજિંગ સાથે મળીને મોસ્કોને વ્યૂહાત્મક પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાથી રોક્યું છે."
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને રશિયા-યુક્રેન યુદ્ધને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે ભારત અને ચીનના કારણે જ રશિયાએ અત્યાર સુધી યુક્રેન પર પરમાણુ હુમલો નથી કર્યો. બ્લિંકને કહ્યું કે આ બંને દેશોની અસર છે, નહીં તો અત્યાર સુધીમાં રશિયાએ આ યુદ્ધ જીતવા માટે યુક્રેન પર પરમાણુ હુમલો કરી દીધો હોત.

ભારતનો રશિયા સાથે સિધો સબંધ
ધ એટલાન્ટિકને આપેલા ઈન્ટરવ્યુમાં બ્લિંકને કહ્યું હતું કે, 'ભારત અન્ય દેશોની સરખામણીએ રશિયા સાથે વધુ સીધું જોડાણ ધરાવે છે. તે નવી દિલ્હી છે જેણે, બેઇજિંગ સાથે મળીને, મોસ્કોને વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવા પર રોક લગાવી છે. અમેરિકી વિદેશ મંત્રીએ કહ્યું કે પુતિન આ યુદ્ધમાં વધુ અતાર્કિક પ્રતિક્રિયા આપી શકે છે. મોસ્કો તરફથી વારંવાર પરમાણુ હુમલાની ધમકીઓ મળી રહી હતી. આ ચિંતાનો વિષય છે.

રશિયા વિરૂદ્ધના ઠરાવ પર વોટથી ભારતે બનાવી દુરી
બ્લિંકને કહ્યું, અમે એવા તમામ દેશોને વિનંતી કરી છે કે જેમના સંબંધો સારા છે આ યુદ્ધનો અંત લાવવા. જેમાં ચીન અને ભારતનો પણ સમાવેશ થાય છે. તેની અસર પણ જોવા મળી હતી. બંને દેશોએ રશિયાને યુક્રેન પર પરમાણુ હુમલો કરતા રોકવાનો પ્રયાસ કર્યો હતો અને તે સફળ રહ્યો હતો. તમને જણાવી દઈએ કે બ્લિંકેનનું નિવેદન યુક્રેન યુદ્ધ પર ભારતના વલણના જવાબમાં આવ્યું છે. 23 ફેબ્રુઆરીના રોજ, યુદ્ધના એક વર્ષ પૂર્ણ થવાના એક દિવસ પહેલા, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયા વિરુદ્ધ ઠરાવ લાવવામાં આવ્યો હતો. તેમાં માંગ કરવામાં આવી હતી કે રશિયા શક્ય તેટલી વહેલી તકે યુક્રેનમાંથી બહાર નીકળી જાય. ભારત આ વોટથી દૂર રહ્યું.

ભારતનો રશિયા પર ઓછો થઇ રહ્યોં છે ભરોસો
બ્લિંકને કહ્યું કે જે દેશો રશિયા સાથે વર્ષોથી સંબંધો ધરાવે છે, તેમના માટે એક જ ઝાટકે અલગ થવું મોટો પડકાર છે. આપણે જાણીએ છીએ કે ભારત દાયકાઓથી રશિયન લશ્કરી સાધનો ખરીદી રહ્યું છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે જે જોયું છે તે રશિયામાં વિશ્વાસ ગુમાવી રહ્યું છે. રશિયા પર ભારતની નિર્ભરતા ઘટી રહી છે અને ભારત ફ્રાન્સ અને અમેરિકા જેવા દેશો સાથે સંબંધો વધારી રહ્યું છે.

ચીન પર લગાવ્યો મોટો આરોપ
આ પહેલા અમેરિકાના વિદેશ મંત્રીએ ચીન પર આરોપ લગાવ્યો હતો કે તે રશિયાને હથિયાર આપીને મદદ કરી શકે છે. ચીનને મોટો ખતરો ગણાવતા બ્લિંકને કહ્યું કે ચીન રશિયાને શસ્ત્રો અને દારૂગોળો આપવા પર વિચાર કરી રહ્યું છે, જે આવનારા સમયમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. એન્ટની બ્લિંકને વધુમાં જણાવ્યું હતું કે ચીન ન તો રશિયાની કાર્યવાહીની ટીકા કરે છે અને ન તો તે રશિયા પર યુક્રેનના હુમલાને ખોટું માને છે. તેમણે ચેતવણી આપી હતી કે ચીન તરફથી કોઈપણ શસ્ત્ર સપ્લાય માત્ર પશ્ચિમી દેશો માટે જ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશો માટે પણ સમસ્યા ઊભી કરી શકે છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ







Click it and Unblock the Notifications
