LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ?
LPG Price Today: ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં LPG સપ્લાય અંગે ચિંતાઓ વધી ગઈ છે. બીજી તરફ, દર મહિનાની પહેલી તારીખે પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓ LPGના ભાવની સમીક્ષા કરે છે. જે અંતર્ગત કંપનીઓએ કોમર્શિયલ LPG સિલિન્ડરના દરમાં મોટો વધારો કર્યો છે. 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં રૂ. 195.50 નો વધારો કરવામાં આવ્યો છે.

આ વધારા બાદ હવે દિલ્હીમાં સિલિન્ડર રૂ. 194, ચેન્નાઈમાં રૂ. 203, મુંબઈમાં રૂ. 196 અને કોલકાતામાં રૂ. 218 મોંઘો થયો છે. જોકે, ઘરગથ્થુ (ડોમેસ્ટિક) LPGના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
તમને જણાવી દઈએ કે, 7 માર્ચના રોજ સરકારે 14.2 કિલોના ઘરગથ્થુ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. 60 અને 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં રૂ. 115નો વધારો કર્યો હતો.
ઘરગથ્થુ LPG સિલિન્ડરના બુકિંગ માટે 21 દિવસનો 'લોક-ઈન' પિરિયડ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમ મુજબ, ગ્રાહકોએ એક સિલિન્ડર બુક કરાવ્યા પછી આગામી સિલિન્ડરનો ઓર્ડર આપવા માટે ઓછામાં ઓછા 21 દિવસની રાહ જોવી પડશે.
LPG Price News: ઘરગથ્થુ (14.2 કિગ્રા) સિલિન્ડરના ભાવ
શહેર | કિંમત (રૂપિયામાં)
નવી દિલ્હી | ₹ 913.00
કોલકાતા | ₹ 939.00
મુંબઈ | ₹ 912.50
ચેન્નાઈ | ₹ 928.50
ગુડગાંવ | ₹ 921.50
નોઈડા | ₹ 910.50
બેંગલોર | ₹ 915.50
ભુવનેશ્વર | ₹ 939.00
ચંદીગઢ | ₹ 922.50
હૈદરાબાદ | ₹ 965.00
જયપુર | ₹ 916.50
લખનૌ | ₹ 950.50
પટના | ₹ 1,002.50
તિરુવનંતપુરમ | ₹ 922.00
LPG Rate: કોમર્શિયલ (19 કિગ્રા) સિલિન્ડરના ભાવ
શહેર | કિંમત (રૂપિયામાં)
નવી દિલ્હી | ₹ 2,078.50
કોલકાતા | ₹ 2,208.00
મુંબઈ | ₹ 1,836.00
ચેન્નાઈ | ₹ 2,246.00
બેંગલોર | ₹ 2,161.50
હૈદરાબાદ | ₹ 2,321.00
પટના | ₹ 2,365.00
જયપુર | ₹ 2,031.00
LPGની કિંમત કેવી રીતે નક્કી થાય છે?
સરકારી માલિકીની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) દર મહિનાની પહેલી તારીખે ઇન્ટરનેશનલ બેન્ચમાર્ક અને Exchange Rate (ડોલર સામે રૂપિયાનું મૂલ્ય) ના આધારે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (Aviation Turbine Fuel) અને LPGની કિંમતોમાં સુધારો કરે છે. આ પ્રક્રિયા દ્વારા જ ઇંધણના ભાવમાં વધારો કે ઘટાડો થાય છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો









Click it and Unblock the Notifications
