રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની ખુરશી ખતરામાં, બહુ જલ્દી નવા રાષ્ટ્રપતિ મળવાનો બાગી વૈગનરનો દાવો
યુક્રેન યુદ્ધમાં રશિયાને સાથ આપનારા વૈગનર ગ્રુપે બગાવત કરી દીધી છે. હવે આ ગ્રુપના લડવૈયાઓ રશિયાની રાજધાની મોસ્કો તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે. વૈગનરે દાવો કર્યો છે કે રશિયાને બહુ જલ્દી નવા રાષ્ટ્રપતિ મળવાના છે.

તખ્તાપલટનો પ્રયાસ કરી રહેલું વૈગનર ગ્રુપ રાજધાની મોસ્કો તરફ આગળ વધી રહ્યું છે. આ દરમિયાન પુતિને દેશને પોતાના સંબોધનમાં કહ્યું છે કે દેશદ્રોહીઓને કચડી નાખવામાં આવશે. પુતિનની ધમકી બાદ વેગનર ગ્રૂપના વડા યેવગેની પ્રિગોજિને વળતો પ્રહાર કરતા કહ્યું કે, તેમણે તેમના ભાષણ દરમિયાન ખોટી પસંદગી કરી. રશિયાને ટૂંક સમયમાં નવા રાષ્ટ્રપતિ મળશે.
રશિયામાં ગૃહ યુદ્ધની સ્થિતી વચ્ચે સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં સશસ્ત્ર લડવૈયાઓ અને વાહનો રશિયાના દક્ષિણી આર્મી હેડક્વાર્ટરની બહાર જોવા મળી રહ્યા છે.
બીબીસી અનુસાર, યુક્રેન વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધમાં રોસ્ટોવ-ઓન-ડોન શહેરના આ આર્મી હેડક્વાર્ટરમાં યુદ્ધ સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવે છે. જો કે, હજુ એ સ્પષ્ટ નથી કે આ સશસ્ત્ર લડવૈયાઓ રશિયન સેનાના સૈનિકો છે કે ભાડૂતી ગ્રુપ વૈગનર લડવૈયા.
યેવગેની પ્રિગોજિને એક વીડિયો સંદેશ જારી કરીને કહ્યું કે, ઘણા રશિયન સૈનિકો તેના સમર્થનમાં છે. ટેલિગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલી એક ઓડિયો ક્વિપમાં તેણે કહ્યું કે, જેણે તેના લડવૈયાઓને માર્યા અને યુક્રેન યુદ્ધમાં હજારો સૈનિકોના મૃત્યુનું કારણ છે તેને સજા કરવામાં આવશે.
બીજી તરફ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને દેશને સંબોધિત કરતા કહ્યું કે, વૈગનરે પીઠમાં છરો માર્યો છે. તેણે સેનાને પડકાર ફેંક્યો છે. દેશની જનતા સાથે છેતરપિંડી કરવામાં આવી છે. અમે દરેક કિંમતે નાગરિકોની સુરક્ષા કરીશું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
