PM Modi US Visit: શાહી સ્વાગત બાદ અમેરિકાની મોટી માંગ, રશિયાનુ તેલ ખરીદવા પર બાઈડને મૂકી શરત, માનશે મોદી?
US ON Russian Oil: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શાહી સ્વાગત કર્યા બાદ અમેરિકાએ ભારત સામે રશિયન તેલ ખરીદવાને લઈને મોટી શરત મૂકી છે. વ્હાઇટ હાઉસે કહ્યું છે કે યુનાઇટેડ સ્ટેટ્સ અપેક્ષા રાખે છે કે ભારત રશિયા પાસેથી જે પણ તેલ ખરીદે છે તે ગ્રૂપ ઓફ સેવનના પ્રાઇસ કેપ દ્વારા નિર્ધારિત દર પર અથવા તેનાથી ઓછું હશે.
સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન્સ માટે યુએસ NSC કોઓર્ડિનેટર જ્હોન કિર્બીએ જણાવ્યું હતું કે 'ભારતે(રશિયન)તેલ ખરીદી માટે પોતાની પસંદગી જાતે બનાવવી પડશે અને અમને આશા છે કે અમે એ જોવાનુ ચાલુ રાખી શકીએ કે તે મૂલ્ય સીમા પર કે તેનાથી નીચે રશિયાનુ તેલ ખરીદે, જેવુ કે એ કરતા આવ્યા છે.'

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ યુરોપિયન દેશોએ રશિયા પર એક પછી એક પ્રતિબંધો લગાવવાનું શરૂ કર્યું હતું. યુએસની આગેવાનીમાં યુરોપીયન દેશોએ રશિયા પર ડઝનબંધ આકરા પ્રતિબંધો લાદ્યા છે, રશિયા ઈન્ટરનેશનલ મની ટ્રાન્સફર સિસ્ટમમાંથી બહાર નીકળી ગયું છે અને ગયા વર્ષના અંત સુધીમાં, યુરોપિયન દેશોએ માત્ર રશિયન તેલ પર પ્રતિબંધ જ ના મૂક્યો પરંતુ તેના પર પ્રાઈસ કેપ પણ લગાવી દીધી. આ પ્રાઇસ કેપ પ્રતિ બેરલ $60 છે.
એટલે કે, જો કોઈપણ દેશ રશિયા પાસેથી પ્રતિ બેરલ $60થી વધુના ભાવે તેલ ખરીદે છે, તો તે G7 પ્રાઇસ કેપનું ઉલ્લંઘન ગણાશે. એનો અર્થ એ કે, અમેરિકા ઈચ્છે છે કે ભારત સમાન ભાવ મર્યાદાને અનુસરે અને રશિયા પાસેથી પ્રતિ બેરલ 60 ડૉલરથી ઓછા ભાવે તેલ ખરીદે.
વળી, લેટેસ્ટ અહેવાલમાં ખુલાસો થયો છે કે નાણાકીય વર્ષ 2022-23માં ભારતે રશિયાથી રેકોર્ડ માત્રામાં ક્રૂડ ઓઇલની આયાત કરી છે અને હવે રશિયા ભારતને તેલ વેચવાની બાબતમાં નંબર-1 પર પહોંચી ગયું છે.
ઘણા થિંક ટેન્કના અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય તેલ કંપનીઓ ઓછી કિંમતે રશિયન તેલ ખરીદે છે, તેથી ભારતીય રિફાઈનરીઓના ઉત્પાદન અને નફામાં રેકોર્ડ વધારો થયો છે, જેના કારણે તેઓ યુરોપિયન બજારોમાં રિફાઈન્ડ તેલ વેચવા માટે કોઈપણ વિદેશી કંપનીઓ સાથે સ્પર્ધા કરવામાં સક્ષમ છે.
યુક્રેન યુદ્ધ પહેલા ભારતીય તેલ કંપનીઓ ઉંચા પરિવહન ખર્ચને કારણે રશિયા પાસેથી બહુ ઓછું તેલ આયાત કરતી હતી, પરંતુ યુક્રેન યુદ્ધ પછી રશિયાએ ભારતને જંગી ડિસ્કાઉન્ટમાં તેલ વેચવાનું શરૂ કર્યું અને ભારતે નાણાકીય વર્ષ 2022/23માં રશિયા પાસેથી કુલ 970,000-981,000 બીપીડીનુ આયાત કર્યુ છે.
ડેટા દર્શાવે છે કે ઇરાકમાંથી આયાત 2021/22માં આશરે 1 મિલિયન બીપીડીથી ઘટીને 936,000-961,000 બીપીડી થવાની ધારણા છે, જે ઇરાકને તેલનો બીજો સૌથી મોટો વિક્રેતા બનાવે છે. રશિયાની સૌથી મોટી તેલ ઉત્પાદક કંપની રોસનેફ્ટ અને ટોચની ભારતીય રિફાઈનર ઈન્ડિયન ઓઈલ કોર્પ વચ્ચે ટર્મ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે જેનાથી ભારતને ઘણો ફાયદો થયો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
