Vadodara: વડોદરા મ્યુઝિયમની વધી શોભા, પ્રોજેક્શન લાઇટ અને સાઉન્ડ ઓડિયો/વીડિયો શોનું ઉદ્ઘાટન
Vadodara: વડોદરા શહેરે મુલાકાતીઓ/પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષણ ઉમેરવામાં આવ્યું છે. સોમવારના રોજ રાજમાતા શુભાંગીનીદેવી, વડોદરા શહેરના મેયર અને અન્ય મહાનુભાવોની હાજરીમાં વડોદરા શહેરના ઈતિહાસને વર્ણવતા લાઇટ પ્રોજેક્શન શોનું ઉદ્ઘાટન રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું.
રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંધવીએ જણાવ્યું હતું કે, ગૌરવવંતા ગુજરાતની સંસ્કાર નગરી તરીકે વિખ્યાત વડોદરા સ્થિત પ્રતિષ્ઠિત બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી મુકામે રાજ્યના સાંસ્કૃતિક વારસામાં અદ્ભૂત ઉમેરો કરનાર સંસ્કૃતિ કા સમન્વય 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો કાર્યક્રમનું વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કર્યું હતું.

રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંધવીએ જણાવ્યું હતું કે, આ લાઈટ એન્ડ સાઉન્ડ શો માત્ર એક ટેક્નોલોજીકલ અજાયબી નથી, પરંતુ વડોદરાના સાંસ્કૃતિક વારસાનું વહન કરનાર અને લોક હૃદય પર અમીટ છાપ છોડનાર સ્વપ્નદ્રષ્ટા, કલાકારો અને અગ્રણીઓને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ છે.
બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરીની ઇમારત પર 22 મિનિટ લાંબો શો રજૂ કરવામાં આવશે. આ શોનું નામ સંસ્કારો કા સમન્વય છે. આ શો વડોદરાના ઈતિહાસ અને રોયલ ફેમિલી સ્ટોરીને ઓડિયો વીડિયો પ્રોજેક્શન દ્વારા લોકો સમક્ષ રજૂ કરે છે.
આ શોને બરોડા મ્યુઝિયમ, ગુજરાત સરકારના પુરાતત્વ અને સંગ્રહાલય અને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના નિયામક દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
