ભુલ્લરને થશે ફાંસી, સુપ્રીમ કોર્ટે દયા અરજી નકારી કાઢી

Update: 11:15 AM
આજે સુપ્રિમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુપ્રિમ કોર્ટે ભુલ્લરની દયા અરજીને નકારી કાઢતાં ફાંસીને સજા યથાવત રાખી છે. 2001માં ટાડા કોર્ટે ભુલ્લરને ફાંસીને સજા સંભળાવી હતી. કોર્ટે ભુલ્લરને 11 સપ્ટેમ્બર 1993માં દિલ્હીના યુથ કોંગ્રેસના ઓફિસની બહાર થયેલા કાર બોમ્બ ધમાકામાં ગુનેગાર ગણવામાં આવ્યો હતો. જેમાં યૂથ કોંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ મનિંદરજીત સિંહ બિટ્ટાને ગંભીર ઇજા પહોંચી હતી અને નવ સુરક્ષાકર્મીઓના મોત નિપજ્યા હતા.
ન્યાયમૂર્તિ જી એસ સિંઘવી અને ન્યાયમૂર્તિ એસ જે મુખોપાધ્યાયની ખંડપીઠે આ મુદ્દે ગત વર્ષે 19 એપ્રિલના રોજ ખાલિસ્તાન લિબરેશન ફોર્સના આતંકવાદી દેવિન્દ્રપાલ સિંહ ભુલ્લરના પરિવારની યાચિક પર સુનાવણી પુરી કરી હતી. આશા છે કે દયા અરજીઓની સમય મર્યાદામાં પતાવટ કરવા માટે બિન સરકારી સંગઠનોના અનુરોધ પર પણ કોર્ટ પોતાની વ્યવસ્થા આપી શકે છે.
ઉપલી કોર્ટના નિર્ણય મોતની સજા મેળવનાર અનેક ગુનેગારો પર અસર પડી શકે છે. તેમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના ગુનામાં મોતની સજા મેળવનાર ગુનેગારોનો પણ સમાવેશ થાય છે. આ બધા ઇચ્છે છે કે દયા અરજીઓની પતાવટમાં મોડું થયું હોવાના આધારે તેમની સજાને ઉંમરકેદમાં બદલી દેવામાં આવે.
ભુલ્લરના કેસમાં આ દલીલ કરવામાં આવી હતી કે લાંબાગાળા સુધી કાળકોઠરીમાં મોતની સજા જોહના ક્રૂરતા છે અને તેનાથી બંધારણના અનુચ્છેદ 21માં પ્રદત્ત મૌલિક અધિકારોનું હનન થાય છે. ભુલ્લરને સપ્ટેમ્બર 1993માં બોમ્બ વિસ્ફોટના મુદ્દે મોતની સજા સંભળાવવામાં આવી હતી. આ વિસ્ફોટમાં નવ લોકોના મોત નિપજ્યાં હતા.
સુપ્રીમ કોર્ટે 26 માર્ચ 2002ના રોજ ભુલ્લરની અપીલને નકારી કાઢતાં તેની મોતની સજા યથાવત રાખી હતી. કોર્ટે ભુલ્લરની પુનવિચાર અરજી 17 ડિસેમ્બર, 2002ના અને પછી 12 માર્ચ, 2003ના રોજ તેની સુધારાત્મક અરજી નકારી કાઢી હતી.
આ દરમિયાન ભુલ્લરે રાષ્ટ્રપતિ સમક્ષ 14 જાન્યુઆરી 2003ના રોજ દયાની અરજી કરી હતી. રાષ્ટ્રપતિએ આઠ વર્ષ બાદ ગત વર્ષે 25 મેના રોજ તેની દયાની અરજી નકારી કાઢી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
