કેજરીવાલનો દાવો, મોદી સરકાર અદાણીની દુકાન !

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણી યોજાવવાની છે. એક તરફ નરેન્દ્ર મોદી અને બીજી તરફ કોંગ્રેસ છે. અમારી કાગળો છે જે સાબિત કરે છે કે બંને મળીને ખાનગી કંપનીઓને ફાયદો પહોંચાડે છે. અમારા કાગળો મુજબ જો કોંગ્રેસ મુકેશ અંબાણીની દુકાન છે તો શું મોદી સરકાર અદાણીની દુકાન છે.
નરેન્દ્ર મોદીએ અદાણીને 14306 એકર જમીન માત્ર એક રૂપિયાથી માંડીને 32 રૂપિયા પ્રતિ યુનિટના ભાવે કેમ આપી જ્યારે એરફોર્સને 8800 રૂપિયાના પ્રતિ યુનિટના ભાવે. આ સરકાર દેશ માટે કામ કરે છે તે પછી ખાનગી કંપનીઓ માટે. અરવિંદ કેજરીવાલે આરોપો લગાવતાં કહ્યું હતું હતું કે નરેન્દ્ર મોદીની સરકારે કેજી બેઝિનમાં બે કંપનીઓને મફતમાં ગેસના કુવા આપી તેમને 20,000 કરોડ રૂપિયાનો ફાયદો પહોંચાડ્યો છે.
અરવિંદ કેજરીવાલે નરેન્દ્ર મોદી પર નિશાન બનાવતાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ જીયો ગ્લોબલ અને કેજી બેઝિનને ફાયદો પહોંચાડ્યો છે, જીન પૉલ રૉય આ કંપનીના માલિક છે. તેમને કહ્યું હતું કે આ ગોટાળો 2જી કરતાં પણ મોટો છે. અરવિંદ કેજરીવાલે આરોપો લગાવ્યા છે કે જુલબેંટ કંપનીના માલિક કોંગ્રેસ સાંસદ શોભના ભરતિયાના પતિ છે જે ગાંધી પરિવારના ખાસ છે.
અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે મોદી સરકારે અદાણી ગ્રુપને પણ મોટો ફાયદો પહોંચ્યો છે. અદાણીને નિયમોની અવગણના કરી જમીન ફાળવણી કરવામાં આવી છે. પરંતુ અદાણીના આ આરોપોને નકારી કાઢ્યાં છે. જો કે અરવિંદ કેજરીવાલે સ્પષ્ટ કર્યું છે કે આરોપો સાથે જુડાયેલા મોટાભાગના દસ્તાવેજો તેમને ગુજરાતના સસ્પેંડેડ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટે આપ્યાં છે. તેમને સંજીવ ભટ્ટની મંશા પર પણ આંગળી ચિંધતા તેમને કહ્યું હતું કે તેમની પત્નીને કોંગ્રેસમાંથી ટીકીટ મળી છે તે નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ચૂંટણી લડી રહી છે તો સંજીવ ભટ્ટ આ દસ્તાવેજ સાર્વજનિક કેમ કરતા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે આ પહેલાં યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાઢેરા, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન ગડકરી અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ અંગે મોટા ખુલાસા કરી ચૂક્યા છે. આ ઉપરાંત અરવિંદ કેજરીવાલે બીજી દેશોમાં કાળા નાણાનો મુદ્દો ઉઠાવી ચૂક્યાં છે અને તેમને એક એચએસબીસી બેંક પર આરોપ લગાવ્યો હતો કે તે ભારતમાં ભષ્ટ્રાચારને પ્રોત્સાહિત કરી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
